લવ ટિપ્સ - જો તમારો પ્રેમ એકતરફો હોય તો....

વેબ દુનિયા|

'
P.R
પ્રેમ આંધળો હોય છે' આ વાત સર્વવિદિત છે. પણ પ્રેમમાં એકતરફી પાગલતા પણ સારી નહીં. આના પરિણામો બહુ ગંભીર હોય છે. જો તમે પણ કોઇને એકતરફી પ્રેમ કરતા હોવ તો કેટલાક જરૂરી પાસાઓ પર વિચાર કરીને પ્રેમમાં આગળ વધવાની જરૂર છે. અજાણતા એવું વલણ ન અપનાવી બેસશો કે પરિણામ સ્વરૂપે તમારે તમારા પ્રેમ તરફથી કાયમ માટે હાથ ધોવાનો વારો આવે. નીચે આપવામાં આવેલી ટિપ્સ તમને તમારા પ્રેમમાં સફળતાપૂર્વક આગળ વધવામાં મદદ કરી શકે છે...

તેનું અટેન્શન મેળવવા માટે જરૂર કરતા વધુ બેતાબી સારી નહીં : આમ કરવાની કોશિશ બહુ ઘાતક પરિણામ આપી શકે છે. ઘણીવાર એવું બનતું હોય છે કે તમે તથ્યને જાણ્યા સમજ્યા વગર તેનું ધ્યાન ખેંચવા માટે એવી અજીબ-ગરીબ વસ્તુઓ કરવા લાગો જે તેને પસંદ ન હોય, તમે કોઇ ડ્રેસ પહેરતી વખતે, ચાલતી વખતે, ખાતી વખતે... ટૂંકમાં દરેક વખતે એવું જ વિચારતા રહો કે કેવી રીતે તેનું ધ્યાન તમારી તરફ ખેંચી શકો અને તેની એક સ્માઇલ મેળવી શકાય. પણ એટલું યાદ રાખજો કે કોઇપણ બાબત માટે અતિરેક બહુ સારો નથી.
હંમેશા તેનો પીછો કર્યા કરો છો? : તેની દરેક વાત પર નજર રાખતા હોવ તો જરા સાવચેત થઇ જાવ. નહીં તો તે તમારા પર શંકા કરવા લાગશે કે આખરે આ છોકરો કેવો છે? આખરે તે મારી પાસેથી શું ઇચ્છે છે? આવામાં તમે જેને પોતાની બનાવવા ઇચ્છો છો તે તમારાથી દૂર થઇ શકે છે પછી તમે ઇચ્છીને પણ કંઇ નહીં કરી શકો.

શું તમે દર નાની-મોટી વાત કરવા તેની પાસે પહોંચી જાવ છો? : બની શકે કે શરૂમાં તે તમારી આવી વાતોને પસંદ કરે પણ બાદમાં તે ચિડાઇ શકે છે અને તમારે જરૂર કરતા વધુ નુકસાન ભોગવવાનો વારો આવે. એકવાર જો તે આ બાબતને લઇને નારાજ થઇ ગઇ તો પછી કદાચ તમારા લાખ પ્રયાસો પણ તેને મનાવવામાં સફળ ન નીવડે.
તેના મિત્રો સાથે મિત્રતા કેળવી લો : આ બહુ ફાયદાનો સૌદો રહેશે. કેટલાક છોકરાને છોકરી દ્વારા અન્ય છોકરાઓની કરવામાં આવતી પ્રશંસાને લઇને બહુ વાંધો નથી હોતો પણ અમૂકને આ પસંદ નથી હોતું. યોગ્ય એ જ રહેશે કે જો તે કોઇ છોકરાની પ્રશંસા કરી રહી છે તો તમે પણ તેની પ્રશંસા કરો. અથવા ઓછામાં ઓછું તેની વાત પર સહમતી અચૂક દર્શાવો. તમને આ ન જ પસંદ હોય તો તમારો પ્રેમ જ્યારે પાટે ચઢે ત્યારે સહજતાથી તમારી પ્રેમિકાને આ વાત જણાવી શકો છો.
ઉતાવળ ન કરો : કોઇપણ સંબંધ બંધાતા સમય લાગે છે. બની શકે કે તમે એવું વિચારતા થઇ ગયા હોવ કે તે તમારા સપનાની રાણી છે પણ તે એવું ન પણ વિચારતી હોય. તેને સમય આપો. તેને એવું ક્યારેય ન કહો કે તેનું જીવન તમારાથી શરૂ થાય અને તમારી પર જ આવીને અટકે. જાણવાનો પ્રયાસ કરો કે તે શું વિચારે છે.

એક વાત અચૂક યાદ રાખો, જો આ સંબંધ બંધાવાનો હશે તો તેમ થઇને રહેશે. અને જો નહીં બનવાનો હોય તો તમે ગમે તેટલા પ્રયાસો કરશો તો પણ તે નહીં બને.


આ પણ વાંચો :