શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Updated : ગુરુવાર, 11 મે 2017 (16:18 IST)

જ્યા સુધી આ પ્રશ્નોના જવાબ ન મળી જાય ત્યા સુધી કહેશો નહી 'I Love You'

આજકાલ જેને જુઓ એ રિલેશનશિપમાં છે. શાળાના બાળકો હોય કે પછી ઓફિસના કલીંગ, દરેકે પોતાના પાર્ટનર કે ટિંડર કે પછી ફેસબુકના દ્વારા શોધી જ રાખ્યો છે.  દરેક કોઈ પોતાના રિલેશનશિપને પ્રેમનુ નામ આપવા માંડ્યુ છે. 
 
હજુ બે દિવસ તો મળીને થયા નથી કે એક નાનકડી મુલાકાતમાં જ તેઓ એકબીજાના ચરિત્રને માપીને તેને પોતાનો જીવનસાથી માની બેસે છે અને જલ્દીથી 'I Love You' બોલી દે છે.  હકીકતમાં જ્યારે તમને પ્રેમ થશે તો તમે પોતે જ સમજી જશો તેથી બે દિવસની ડેટિંગ પછી 'I Love You' કહેવુ જરૂરી નથી. 
 
જો તમે પણ કોઈને ડેટિંગ કરી રહ્યા છો અને તેને 'I Love You' બોલવા માટે ઉતાવળા છો તો તમારા દિલને કેટલાક સવાલોના જવાબ જરૂર પૂછી લો. આવો જાણીએ ક્યા છે એ સવાલ... 
1. શુ તમારા સંબંધો ફક્ત સેક્સ પર ટક્યા છે - ટિંડર પર મળેલ બોયફ્રેંડ તમારી પાસેથી શુ ઈચ્છે છે તેનો અંદાજ લગાવો.  શુ એ તમારા ફ્લેટ પર રાત્રે આવવાની જીદ કરે છે કે પછી તમને કારણ વગર સેક્સ માટે ફોર્સ કરે છે.  બીજી બાજુ જો એ તમારી કેયર કરે છે તો સમજો એ તમને દિલ આપી બેસ્યો છે. 
 
2. શુ તમારા બંને વચ્ચે સીક્રેટ્સ છે ?
 
પ્રેમ કરનારા કપલ ક્યારેય એકબીજાથી સીક્રેટ્સ રાખતા નથી. બીજી બાજુ જે લસ્ટથી ઘેરાયેલા રહે છે તેઓ જરૂર પોતાની વાતોને એકબીજાથી છિપાવી રાખે છે. 
 
3. શુ તમારી મૈત્રી લાંબી ટકશે 
 
જો તમારી બોંડિંગ સારી છે અએન તમે સૌ પહેલા એક મિત્રની જેમ રહો છો તો સમજો કે તમારી રિલેશનશિપ મજબૂતીની રાહ પર છે.  મૈત્રી વગર પ્રેમ થવો અશક્ય છે. 
 
4. શુ તમને ક્યારેક જેલસી ફીલ થાય છે. 
 
પ્રેમમા પડનારા કપલ એક બીજા પર આંખ મુકીને વિશ્વાસ કરે છે. પણ જે ફક્ત સેક્સના પ્રેમી હોય છે એ જ જેલસી કરે છે. 
 
5. શુ તમને તમારા પાર્ટનરમાં બધુ પરફેક્ટ જોઈએ 
 
જે વ્યક્તિને તમે પ્રેમ કરવા માંડો છો તેને બદલવાનુ તમે વિચારી પણ શકતા નથી. પણ જે લોકો લસ્ટથી ઘેરાયેલા રહે છે તેઓ ઈચ્છે છે કે તેમનો પાર્ટનર દેખાવમાં સુંદર હોય, કામ પણ પરફેક્ટ કરે અને પરિવાર તેમજ મિત્રો સામે સ્માર્ટ દેખાય.