શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By

Love Tips - ગર્લફ્રેંડને ન પૂછશો આ 5 સવાલ, નહી તો સંબંધો તૂટી જશે

આમ તો મહિલાઓ દરેકને પ્રશ્નો પર પ્રશ્ન પૂછતી રહે છે પણ જ્યારે તેને ખુદને કોઈ વાતનો જવાબ આપવો પડે છે તો તે ઈરિટેટ થઈ જાય છે. પછી તે સવાલ તેની પર્સનલ લાઈફ સાથે સંકળાયેલો હોય કે તેમની રિલેશનશિપ સાથે સંબંધિત હોય.   આજે અમે તમને આવાજ કેટલાક સવાલ વિશે બતાવી રહ્યા છીએ જેને મહિલાઓ સાંભળવા બિલકુલ પસંદકરતી નથી.  તો જો તમારી પણ કોઈ ફીમેલ ફ્રેંડ છે તો તેને ભૂલથી પણ આ સવાલ ન કરો.. નહી તો તે નારાજ થઈ જશે. ૝
 
 
હજુ સુધી સિંગલ કેમ છે ?
 
જ્યારે કોઈ યુવક કોઈ યુવતી સાથે પહેલીવાર ડેટિંગ પર જાય છે તો તે આ સવાલ કરે છે. આ સવાલ ત્યારે પણ પૂછવામાં આવે છે જ્યારે કોઈ યુવતી 30ની વય પાર કરે છે. સારુ રહેશે કે મહિલાને આવા સવાલ ન કરો કે તુ અત્યાર સુધી સિંગલ કેમ છે. કારણ કે તેના પરથી વિવાદ શરૂ થઈ શકે છે. 
 
 
તારો પાસ્ટ કેવો છે ?
 
પુરૂષોને મહિલાઓના અતીતમાં બહુ રસ હોય છે.  આવામાં તે તેના અતીત અને એક્સ વિશે હંમેશા જાણવા માટે ઉતાવળા રહે છે.  પણ મહિલાઓને આ સવાલ બિલકુલ પસંદ નથી હોતો.  ધ્યાન રાખો કે કોઈ મહિલાને આવો સવાલ ન પૂછો નહી તો તમારા સંબંધો બગડી શકે છે. 
 
મહત્વ કોને આપે છે ?
 
દરેક પુરૂષ પોતાની ગર્લફ્રેંડ કે પત્નીને આ સવાલ કરે છે કે તે સૌથી વધુ કોણે મહત્વ આપે છે. મિત્રોને, ઘરના લોકોને કે પાર્ટનરને.  આવો સવાલ સાંભળીને છોકરીઓ ગુસ્સે થઈ જાય છે.  દેખીતુ છે કે તે પહેલા પોતાના ઘર અને પાર્ટનરને ટાઈમ આપશે. પછી પોતાના મિત્રો માટે સમય કાઢશે. 
 
શુ તુ પણ ઉણપો કાઢે છે ?
 
દરેક મહિલાના વિચાર જુદા જુદા હોય છે. કોઈ પોતાના પાર્ટનરની ઉણપો તો કોઈ તેનામાં બેસ્ટ શુ છે એ શોધે છે. આવામાં તમે તેને આ સવાલ કરશો તો તમારા સંબંધો બનતા પહેલા જ તૂટી શકે છે.  સારુ રહેશે કે આ બધુ તમે મહિલા પર જ છોડી દો. 
 
 
તારી ઉંમર શુ છે ?
 
મહિલાઓ પોતાની વય સાથે જોડાયેલ સવાલને નાપસંદ કરે છે. આમ પણ કોઈ સ્ત્રીને તેની વય પૂછવી  મેનર્સ વિરુદ્ધ માનવામાં આવે છે. તેથી સારુ રહેશે કે તમે પણ આ સવાલ ન પૂછો.