લવ ટિપ્સ - યુવકોની કંઈ ટેવો યુવતીઓને પસંદ નથી ?

love tips
યુવકોને યુવતીઓની કેટલીક બાબતો વિષેની જાણકારી અચૂક હોવી જોઇએ. જેમ કે તેમને એ વાતનું જ્ઞાન હોવું જોઇે કે યુવતીઓને યુવકોની કઇ બાબત પસંદ હોય છે અને કંઇ નાપસંદ હોય છે. ભલે ટેવો અનુસાર યુવકોને દરેક રીતની છોકરીઓ પસંદ હોય પણ જરૂરી નથી કે છોકરીને દરેક છોકરો પસંદ પડે. છોકરીઓ બહુ જલ્દી છોકરાઓની કેટેગરી બનાવવા લાગતી હોય છે, માટે જો તમારે જાણવું હોય તે તમે કઇ કેટેગરીમાં આવો છો તો નીચેની વિગતો તમને મદદ કરશે...

યુવકોની આ ટેવો નથી પસંદ હોતી યુવતીઓને -

1. પોતાનો જ કક્કો સાચો ગણતા યુવકો - આજકાલ એ દિવસો ગયા જ્યારે માત્ર યુવકો જ બોલતા હતા અને બીચારી યુવતીઓ સાંભળતી જ રહેતી હતી. માટે જો આગામી વખતે તમારી ગર્લફ્રેન્ડનીકોઇ પણ વાત પર તેને ચૂપ કરી કે તેના પર હક જમાવાની કોશિશ કરી તો તે તમને છોડી દેશે તેમાં કોઇ બેમત નથી. દરેક છોકરીને પોતાની હોશિયારી અને ક્ષમતા બતાવવી ગમે છે. પણ જ્યારે કોઇ છોકરો તેને પોતાની સરખામણીએ નીચી દેખાડવાની કોશિશ કરે તો તેને ખોટું લાગી શકે છે. માટે તેની વાતનું માન રાખો.

2. માચો કે રફ એન્ડ ટફ છોકરા - જો તમે તમારી બોડી બનાવીને એવું વિચારતા હોવ કે આમ કરવાથી તમને કોઇ છોકરી મળી જશે, તો તમારી વિચારસરણી બદલવાની જરૂર છે. એ યુવકો જે માત્ર પોતાના શરીર પર જ ધ્યાન આપે છે અને માચો ટાઇટનો લૂક લઇને ફરે છે, તેમને છોકરીઓ વાસ્તવિક જીવનમાં બહુ પસંદ નથી કરતી. છોકરીઓને લાગે છે કે આવા છોકરા બહુ ગુસ્સો ધરાવતા હોય છે જે પત્ની અને બાળકોનું સારી રીતે ધ્યાન નહીં રાખી શકે. મોટાભાગની છોકરીઓ પોતાના માટે ભણેલો-ગણેલો અને સ્લિમ પર્સનાલિટીવાળો છોકરો ઇચ્છે છે, કોઇ બોડીગાર્ડ નહીં.

3. જે માત્ર સેક્સની જ ઇચ્છા ધરાવતા હોય - એવા છોકરા જેઓ છોકરીઓ સાથે મિત્રતા થતાં જ બીજી ક્ષણે જ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનું વિચારી લે છે તેમનાથી છોકરીઓ દૂર ભાગે છે. કોઇપણ સંબંધમાં છોકરાઓની પ્રથમિકતા સેક્સ હોય છે, પણ બીજી તરફ યુવતીઓ આનાથી વિરુદ્ધ અને રોમેન્સને પ્રાથમિકતા આપેછે. એવું નથી કે તેમને સેક્સથી કોઇ પરેશાની હોય છે પણ એવા છોકરા જેઓ દિવસભર સેક્સ વિષે જ મગજ દોડાવતા હોય છે તેમની સામે છોકરીઓને વાંધો હોય છે. માટે સારું એ જ રહેશે કે પહેલા પ્રેમ અને રોમેન્સ વિષે વિચારો અને બાદમાં બાકીની બાબતોને પ્રાથમિકતા આપો.


આ પણ વાંચો :