પ્રેમ અને રોમાંસ : યુવતીઓને કેમ ગમે છે લાંબી હાઈટવાળા પુરૂષો ?
જ્યારે વાત પ્રેમની આવે છે તો કદ મહત્વનું બની જાય છે. એક નવા અભ્યાસ અનુસાર ઊંચા કદના લોકોમાં જાતીય આકર્ષણ વધુ હોય છે. અભ્યાસમાં જોવા મળ્યું છે કે કોઇ કપલ કદમાં અંતર વિષે નક્કી કર્યા બાદ જ ચહેરા, વ્યક્તિ અને શરીરના આકાર વિષે વિચારે છે.
'
ડેલી મેલ'માં પ્રકાશિત સમાચાર અનુસાર પુરુષ મહિલાઓને નીચી દ્રષ્ટિએ જોવા ઇચ્છે છે જ્યારે મહિલાઓને લાંબા કદના પુરુષો આકર્ષિત કરે છે. વૈજ્ઞાનિકોએ આ માટે એક આદર્શ દર પણ તૈયાર કર્યો છે. તેમના અનુસાર એક પુરુષે પોતાની પાર્ટનરની સરખામણીએ 1.09ગણા લાંબા હોવું જોઇએ. કે પછી એમ પણ કહી શકાય કે આ 1.09:1ના દરમાં હોવું જોઇએ. પોલેન્ડના ડૉ. બી પવલોવસ્કી દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસને રોયલ સોસાયટીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અભ્યાસ અનુસાર લોકો મોટેભાગે આ જ દરમાં પોતાના પાર્ટનર શોધે છે. અભ્યાસ અનુસાર 5 ફૂટ 8 ઇંચની ઊંચાઇ ધરાવતી મહિલા માટા આદર્શ સાથીનું કદ છ ફૂટ બે ઇંચ હોવું જોઇએ.