સ્ત્રીઓ કેવા પુરૂષો સાથે સેક્સ કરવુ પસંદ કરે છે ?

Last Updated: ગુરુવાર, 10 મે 2018 (10:15 IST)

પુરૂષોની જેમ સ્ત્રીઓ પાસે પણ સેક્સ કરવાના અનેક કારણ હોય છે. પણ મહિલાઓ માટે સારા સેક્સ સંબંધોની પરિભાષા પુરૂષો કરતા થોડી જુદી છે. મનોવૈજ્ઞાનિક સિંડી મેસ્ટન અને ડેવિડ બુસે પોતાની પુસ્તક માં તેના વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે. મનોવૈજ્ઞાનિકો મુજબ મહિલાઓ ફક્ત પ્રેમમાં જ સેક્સ નથી કરતી પણ તેની પાછળ 237 જુદા જુદા કારણો હોય છે.
જો તમે એવુ માનો છો કે સ્ત્રીઓ સેક્સ મામલે વધુ ખુલ્લાપણુ નથી રાખતી તો તમે ખોટા હોઈ શકો છો. લગભગ એક હજાર સ્ત્રીઓ પર કરવામાં આવેલ એક શોધ મુજબ સ્ત્રીઓ સેક્સ ફક્ત પ્રેમ માટે જ નહી પણ પુરૂષોનો સારો સાથ મેળવવા માટે, આત્મવિશ્વાસ વધારવા માટે, ઘરમાં પોતાનો હક જમાવવા માટે અને માથાનો દુ:ખાવો જેવી સમસ્યાના નિદાન માટે પણ સેક્સ કરવુ પસંદ કરે છે. એટલુ જ નહી મનોવૈજ્ઞાનિકોએ પોતાના પુસ્તકમાં કહ્યુ છે કે સ્ત્રીઓ અનેકવાર સારા એવા ફિટ અને ચાર્મિંગ પુરૂષોને છોડીને માથાથી ટકલા અને મોટા પેટવાળા લોકોને પણ પોતાના જીવનસાથી તરીકે પંસદ કરી લે છે.
જેનુ કારણ તેમની કમાણી, ઘરને સહારો આપવાની ક્ષમતા અને વિશ્વાસ થાય છે. શોધ મુજબ મહિલાઓ પોતાના સાથીની પસંદગી ડાર્વિનની થિયરી 'સર્વાઈવલ ઈઝ ધ ફિટેસ્ટ' ના આધાર પર કરે છે. આ ચોંકાવનારો હોઈ શકે છે. પણ અભ્યાસ મુજબ મહિલાઓનું માપદંડ પણ જુદુ જુદુ હોય છે. જે ઘણુ લાભકારી પણ છે.
મનોવૈજ્ઞાનિકોએ મહિલાઓની વિવિધતાપૂર્ણ વિચારનો હવાલો આપતા લખ્યુ છે કે જો બધી મહિલાઓ લાંબા કદના પુરૂષોને જ પસંદ કરશે તો પછી નાના કદવાળા લોકો માટે સ્થાન જ નહી બચે. મહિલાઓ માટે પ્રેમની વાત કરવામાં આવે તો તે સુરક્ષાની સાથે જ બાળકોને પ્રેમ આપનારા અને આત્મવિશ્વાસી લોકોને પસંદ કરે છે. સ્ત્રીઓ પ્રેમનો ઉપયોગ પ્રેમ બતાડવા, પ્રેમ મેળવવા ઉપરાંત તેને કાયમ રાખવા માટે પણ કરે છે.આ પણ વાંચો :