શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 24 માર્ચ 2017 (12:18 IST)

ગુજરાતી જોક્સ - પાક્કો ગુજરાતી

અમેરિકા ના એક શહેરમાં કપડાની બે દુકાનો આજુ બાજુમાં હતી.
એક દુકાન ના બોર્ડ પર મોટ્ટો 'ઓમ' દોરેલો હતો અને બીજી દુકાન ના બોર્ડ પર મોટ્ટો 'ક્રોસ' દોરેલો હતો.
લોકો ત્યાંથી નીકળતા, પણ ઓમ વાળી દુકાનમાં કોઈ જતું નહિ.
જયારે ક્રોસ વાળી દુકાને બધા લોકો થોક બંધ માલ ખરીદતા હતા. અને ક્રોસ વાળી દુકાને ડોલર નો વરસાદ થતો.
થોડાક સમય બાદ ત્યાંથી એક ચર્ચનો પાદરી નીકળ્યો. અને એણે આ જોઈને ઓમ વાળી દુકાન ના માલિક ને કહ્યું,,
ભાઈ આ ક્રીસ્ચિયન દેશ છે, 
અહી કોઈ તમને ઘરાકી નહિ કરાવે,
સત્ય તો એ છે કે, અહી તમને બળાવવા માટે લોકો ક્રોસ વાળી દુકાને વધારે ઘરાકી કરાવતા જાય છે.
ઓમ વાળી દુકાનના માલિકે ક્રોસ વાળી દુકાનના માલિક સામે જોયું અને ગુજરાતી માં બોલ્યો,,ચિરાગભાઈ...??
બોલો હિતેશભાઈ...!
......હવે આ આપણને શીખવાડશે ધંધો કરતા...??