આમલકી એકાદશીઃ ભગવાન શ્રીહરિ, વિષ્ણુને સર્વ અગિયારશ ખૂબ જ પ્રિય છે. સર્વોત્તમ તિથિ એકાદશીને ભગવાને વરદાન આપતાં કહ્યું હતું કે, “હે સર્વશ્રેષ્ઠ એકાદશી. આજના દિવસે જે કોઇ ભકત મારું નામ લઇ તારો ઉપવાસ કરશે તેને હું અપાર સુખ આપીશ. તેનાં યોગ અને ક્ષેમનું વહન હું કરીશ.” આ એકાદશી ખૂબ પવિત્ર હોઇ વિધિપૂર્વક તેનો ઉપવાસ કરવાથી ખૂબ પુણ્ય મળે છે.
તા.ર૦-૦૩-ર૦૧૬ રવિવાર ફાગણ સુદ બારશઃ ગોવિંદ દ્વાદશી. પ્રદોષ. દગ્ધયોગ ૧૧.૩૧ સુધી. યમઘંટયોગ ૧૧.૩૪થી સાયન સૂર્યનો મેષમાં પ્રવેશ ૧૦.૦૧થી. ઉત્તર ગોળાર્થ અને વિષુવદિન (પયોવ્રત સમાપ્ત) નક્ષત્રઃ આશ્લેષા. આજે સવારના ૧૧.૩૪ સુધી જન્મેલાંની રાશિ કર્ક, તે પછી સિંહ.