હું એકલો છુ...

N.D
મારી જીંદગીને કોઈનો સહારો નથી
આમ તો કોણે કોણે મેં બોલાવ્યા નથી

નીકળુ છુ ઘરેથી તો વિચારુ છુ
એવુ કયુ દેવું છે જે મેં ઉતાર્યુ નથી

દરેકને પોતાની મંઝીલ મળી ગઈ છે
પણ મારી નાવને કોઈ કિનારો નથી

બધા ખુશ છે છતાં મને કહે છે કે
તુ એકલો આ દુનિયામાં બિચારો નથી

મારા પ્રેમમાં કોઈ ખામી હશે કદાચ
કોઈ વાંક કદાચ તમારો નથી

કયાં દરવાજે જઉં અને ક્યાં માથુ નમાવું
ક્યા કયા ભગવાનને મેં પૂજ્યા નથી

જે મરે છે ક્ષણ-ક્ષણ જરા એમને જઈને પૂછો
આમ તો કહેવાય છે કે મોત બીજીવાર નથી

વેબ દુનિયા|


આ પણ વાંચો :