શુક્રવાર, 27 જાન્યુઆરી 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી કાવ્ય
Written By વેબ દુનિયા|

મારે ફરી એકવાર શાળાએ જવું છે

P.R
દોડતા જઈને મારી રોજની બકાડીએ બેસવું છે
રોજ સવારે ઉચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે
નવી નોટ ની સુગંધ લેતા પેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે
મારે ફરી એક વાર શાળાએ જવું છે

રિશેષ પડતાજ વાતેર્બાગ ફેકીન નળ નીચે હાથ ધરી પાણી પીવું છે
જેમ તેમ લંચ બોક્ષ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આંબલી બોર જમરૂખ કાકડી બધું ખાવું છે
સાઈકલના પયીડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે
કાલે વરસાદ પડે તો નિશાળે રજા પડી જાય એવા વિચારો કરતા સુયી જવું છે
અનેપેક્ષિત આનંદ માટે મારે ફરી એકવાર શાળાએ જવું છે

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતા મિત્રો સાથે ગપ્પા મારતા વર્ગમાં બેસવું છે
ઘંટ વાગતાજ મિત્રો નું કુંડાળું કરીને શાયીકાલ ની રેસ લગાવતા ઘરે જવું છે
રમત ગમત ના પીરીયડમાં તાર ની વાડના બે તાર વચ્ચે થી સરકી બહાર ભાગી જવું છે
તો ભાગી જવાની મોજ અનુભવવા મારે ફરીથી એકવાર શાળાએ જવું છે

દિવાળી ના વેકેસનની રાહ જોતા છ માસિક પરીક્ષાનો અભ્યાસ કરવો છે
દિવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડિયા પછી એમાંથી ના ફુટેલા ફટાકડા શોધતા ફરવું છે
વેકેસન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા મારે ફરી એકવાર શાળાએ જવું છે

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતા પીઠ પર દફતરનો બોજ વગાડવો છે
ગમે તેવી ગરમીમાં air -condition ઓફીસ કરતા પંખા વિનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે
કેટલીયે તૂટફૂટ વચ્ચે ઓફીસની આરામ દાયક ખુરસી કરતા બેની બાકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે
બચપણ પ્રભુ ની દેણ છે તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમાજમાં આવવા માંડ્યો છે
એ બરાબર છે કે નહિ…..તે સાહેબને પૂછવા માટે મારે ફરી એકવાર શાળાએ જવું છે

નાનો હતો ત્યારે જલ્દીથી મોટા થવું હતું આજે જયારે મોટો થયો છે કે તૂટેલા સ્વપ્નો અને અધુરી લાગણીઓ કરતા….
તૂટેલા રમકડા અને અધૂરા હોમ્વોર્ક સારા હતા આજે સમજાય છે કે જયારે બોસ ખીજાય એના કરતા શાળામાં શિક્ષક અંગુઠા પકડાવતા હતા એ સારું હતું આજે ખબર પડી કે ૧-૧ રૂપિયા ભેગા કરીને નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે પીજ્જામાં નથી આવતો ફક્ત મારેજ નહિ આપણે બધાને ફરી શાળાએ જવું છે ખરું ને ?