હું આગળ વધતી જાઉં.
હું આગળ વધતી જાઉં અને
મારા જીવન નું ક્ષણ ક્ષણ પ્રજ્વલિત થાય.
ઝર ઝર વહુ ઝરણા જેમ
ડૂબી જાઉં નદીઓ ના સંગમાં
કિનારા પર આવી ને ડૂબી જાય મારી નાવ,
મારા જીવન નું ક્ષણ ક્ષણ પ્રજ્વલિત થાય.
ફેર ફેર ઉડું આભ માં
પણ રાખું પગ ધરા પર
આ ઊંચ નીચ ના રસ્તા માં
મારા જીવન નું ક્ષણ ક્ષણ પ્રજ્વલિત થાય.
કણ કણ તરસું પેટ ભરવા
મળે ને થોડું ખાઉં, બાકી આપી દઉં
ખુશિઓ પણ આમ મળે અને
મારા જીવન નું ક્ષણ ક્ષણ પ્રજ્વલિત થાય.
સદા સદા હારુ ન દીવો બળે
ઓલવાય જાય આંધી ના ટકરાવ થી
હું ફરી પ્રગટાવુ અજવાળા ના દીવા
મારા જીવન નું ક્ષણ ક્ષણ પ્રજ્વલિત થાય.
હું આમજ વધતી જાઉં અને
મારા જીવન નું ક્ષણ ક્ષણ પ્રજ્વલિત થાય.