શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 15 નવેમ્બર 2016 (16:23 IST)

નોટ બંધીથી અમદાવાદના ધંધા રોજગારને અસર પાંચ દિવસમાં રૂ.3990 કરોડની ખોટ

અમદાવાદમાં હાલ નોટોની તંગીને લઈને મંદીનો માહોલ ચાલી રહ્યો છે. અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. તેમ છતા નોટબંધીને કારણે અમદાવાદના રતનપોળ માર્કેટમાં મંદીનો માહોલ સર્જાયો છે. જેથી કરોડોનું નુકશાન થયું છે અને દુકાનદારોને રોવાનો વારો આવ્યો છે.  એક તરફ 500-1000ની નોટ ચલણમાંથી બહાર થઇ ગઇ છે ત્યારે આમ આદમીને છુટા પૈસાની ખુબ જ મુશ્કેલી પડી રહી છે. જેની સૌથી મોટી અસર આમ આદમીનાં મોજશોખ પર પડી છે. હાલમાં છુટા પૈસાની સમસ્યામાં થિએટર્સની બહાર પણ કાગડા ઉડી રહ્યાં છે.  500 અને 1000 રૂપિયાની ચલણી નોટ ચલણમાંથી બહાર નીકળવાને કારણે સૌથી વધુ નુકશાન દેશનાં થિએટર્સને થઇ રહ્યું છે. હાલમાં ગમે તેટલી સારી ફિલ્મો કેમ ન આવે પણ થિએટર્સ સુધી દર્શકોને આકર્ષવામાં તે નિષ્ફળ થઇ રહ્યાં છે. એક સમયે જે થિએટર્સ બહાર હાઉસફુલનાં પાટીયા લાગતા હતા તે હાલમાં ખાલી-ખમ જોવા મળી રહ્યાં છે.  જનતા પાસે માંડ 2000 અને 4000 રૂપિયા છુટ્ટા આવે છે તો તે તેમનાં ઘરનાં રોજીંદા ખર્ચાઓ પૂર્ણ કરવાને મહત્વ આપે છે. જ્યારે ફિલ્મો જોવા વાળાની સંખ્યા ઘટી ગઇ છે. હાલમાં જે પરિસ્થિતિ સર્જાઇ છે તે જોતા હજુ આગામી 6 મહિના સુધી થિએટર્સ માલિકોએ નુકશાન સહન કરવું પડે તેમ લાગે છે.  ઉપરાંત માર્કેટમાં પણ નોટ બેનના નિર્ણયની ભારે અસર જોવા મળી છે. ધંધા અને રોજગારમાં કોરોડનું ધોવાણ થયું છે. રિટેલ અને મોટા ઉદ્યોગોમાં મોટી ખોટ પડી છે. તો અમદાવાદમાં ટેક્સટાઇલ માર્કેટ સોની વેપારીઓ અને કાપડ ઉદ્યોગમાં રોજનો ચાલતો વ્યાપાર આજે ખાડે ગયો હોય તેવું લાગી રહ્યુ  છે.