રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By વેબ દુનિયા|

'સુજાતા'વાળી ઈંદ્રાણી હલ્દર

P.R
રવિ ચોપડા ઘારાવાહિક 'સુજાતા'માં મુખ્ય ભૂમિકા ભજવવા કોઈ યોગ્ય કલાકારની શોધમાં હતા, જ્યારે તેમણે પોતાની મરજી મુજબનો કોઈ કલાકાર ન મળ્યો તો તેમણે ઈંદ્રાણી હલ્દરની યાદ આવી. ઈંદ્રાણી સાથે તેઓ 'માઁ શક્તિ' માં કામ કરી ચૂક્યા હતા.

બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં ઈદ્રાણી પ્રખ્યાત છે. રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ઈંદ્રાણી ત્યા ફિલ્મોની સાથે સાથે ટીવી પર પણ છવાયેલી છે. જ્યારે રવિ ચોપડાએ તેમણે 'સુજાતા'ની ભૂમિકા સોંપી તો તે ના ન પાડી શકી.

આ ઘારાવાહિક માટે ઈંદ્રાણીને કલકત્તા છોડીને મુંબઈ આવવું પડ્યુ. ઈંદ્રાણીએ આ નિર્ણય ભારે મનથી કર્યો.

તેમણે ત્યાં ટીવી પર ઘણું કામ કર્યુ પણ છેલ્લા કેટલાક દિવસોથી તેમણે ટીવી પર કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ અને ફિલ્મો સુધી પોતાની જાતને સીમિત કરી લીધી. આમ તો ઈંદ્રાણી હવે રાષ્ટ્રીય સ્તર પર રજૂ
થનારા ટીવી કાર્યક્રમોમાં ભાગ લેવા માંગતી હતી. 'સુજાતા' દ્વારા તેમની ઈચ્છા પૂરી થઈ છે.

'સુજાતા'માં ઈદ્રાણી મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. તે એક એવી સ્ત્રી બની છે જે પોતાના કુંટુંબને માટે પોતાની જાતને ભૂલાવી દે છે, પણ પાછળથી કુંટુંબજનીઓ પાસે સુજાતા માટે બિલકુલ સમય નથી હોતો. તે આ સમયગાળામાં પોતાની જાતને અસહાય અને એકલી અનુભવે છે.

ઈંદ્રાણીના મુજબ તેમની ભૂમિકા ખૂબ જ મહત્વની છે અને અભિનયના જુદા જુદા રંગ બતાવવાની તેમની પાસે ભરપૂર તક છે. ઈંદ્રાણી હવે મુંબઈ આવી ચૂકી છે તો બની શકે કે આ અભિનેત્રીને બોલીવુડમાં બનનારી હિન્દી ફિલ્મોના પ્રસ્તાવ મળે. ઈંદ્રાણીનુ કહેવુ છે કે જો તેમણે સારી ભૂમિકા ભજવવા મળી તો તે હિન્દી ફિલ્મોમાં પણ જરૂર જોવા મળશે.