દરેક વખતે, મને અમદાવાદ શહેર થોડું વધુ ગમતું જાય છે - શાંતનું મહેશ્વરી

Last Modified શુક્રવાર, 6 જુલાઈ 2018 (13:35 IST)

અમદાવાદ, શાંતનું મહેશ્વરી જણાવે છે, હું ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝની આ સિઝનનો હિસ્સો બનતા અત્યંત ખુશી અનુભવું છું. મને આ શો ખૂબ જ ગમે છે, કારણકે તે આણા દેશના બાળકોની અંદર રહેલી છૂપી પ્રતિભાને બહાર લાવે છે અને મને પણ વ્યક્તિગત રીતે બાળકોની સાથે વાતો કરવી ખૂબ જ ગમે છે. આ પ્લેટફોર્મ બાળકોના ભવિષ્યને સુધારવામાં મદદ કરે છે, કારણકે, તેનાથી તેઓ કેમેરાનો સામનો કરવાનો સાથોસાથ સમગ્ર દુનિયાનો સામનો કરવાનો આત્મવિશ્વાસ તેમાં આવે છે. હું આ સિઝનના પ્રવાસ માટે અત્યંત ઉત્સાહિત છું.” અમદાવાદ આવવા અંગે શાંતનું ઉમેરે છે, “મેં ભૂતકાળમાં પણ અમદાવાદની એક-બે મુલાકાત લીધી છે અને દરેક વખતે, મને આ શહેર થોડું વધુ ગમતું જાય છે. હું અહીંની વાઇબ્રન્ટ સંસ્કૃતિ, લોકો અને ખાસ કરીને ગરબાનો ચાહક છું. જો મને થોડો પણ સમય મળશે તો મારા પરિવાર અને મિત્રો માટે થોડી ખરીદી પણ કરીશ.”

શોના ઓડિશન મુંબઈ, દિલ્હી, કોલકત્તા, ગુવાહાટી, રાંચી, પટના, જયપુર, અમૃતસર, ચંદિગઢ, લખનૌ, બેંગ્લોર, ઇંદોર, અમદાવાદ ખાતે યોજવામાં આવ્યા હતા, શોએ શ્રેષ્ઠ પ્રતિભા શોધવામાં કોઈ કચાશ બાકી રાખી નથી. પસંદગી પામેલા સ્પર્ધકોને મેન્ટોરની પેનલની સામે પ્લેટફોર્મ પર પ્રતિભા દર્શાવાની સોનેરી તક મળશે અને તેમના અભિનયના મંત્રથી એક સિમાચિન્હ ઉભું કરશે.


આ પણ વાંચો :