શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By દેવાંગ મેવાડા|

ભીખુદાન ગઢવી

ગુજરાતી સાહિત્ય જેટલુ વિશાળ અને સમૃધ્ધ છે, તેટલું જ પ્રેરણા દાયક છે. ગીત, ગરબા, નૃત્ય, લોકગીતો તથા લોક ડાયરાઓથી સાહિત્ય વધારે રસિક અને આનંદ દાયક બન્યુ છે. અનેક વ્યક્તિઓએ ગુજરાતી સાહિત્યને સમૃધ્ધ કરવા માટે જીવન અર્પણ કર્યા છે.

ગુજરાતના ગામડાઓંમાં હજી પણ લોક ડાયરાઓ આનંદિત જીવનનો એક ભાગ છે. માત્ર ગુજરાતના ગામડાંઓ જ નહીં શહેરોમાં અને વિદેશોમાં પણ ડાયરાના ચાહકોનો એક ખાસ વર્ગ છે. લોક સંસ્કૃતિને લોક હદયમાં ધબકતી રાખવા અનેક લોક કલાકારો એ પોતાના જીવન ને જ સંસ્કૃતિમંત્ર બનાવી દીધો. છે.

ગુજરાતમાં લોક સંસ્કૃતિને લોક પ્રિય બનાવવામાં ગઢવી કોમનાં ભીખુદાન ગઢવીનું યોગદાન પણ ખૂબ છે. શ્રોતાગણ, સંગીતના વાદ્યો અને ભીખૂદાન ગઢવીના અનુભવી અને સુમધુર સ્વરના લહેકાનો સમન્વય ભલભલાના મનને એક વખત માટે ડોલાવી દે.

ગુજરાતી તખ્તામાં તો ખરૂ જ સાથે સાથે છેલ્લા વીસ વર્ષથી બોલિવૂડમાં તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એમણે ગુજરાતી સાહિત્યને પોતાના અવાજ દ્રારા ગુંજતો કરીને એક અનેરૂ પ્રદાન કર્યુ છે. આ લોકપ્રિય કલાકારે બી.એસ.સી. સુધી અભ્યાસ કર્યો છે. ગુજરાતની લોકસંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે ડાયરા અને અન્ય સાંસ્કૃતિક માધ્યમો દ્રારા રજૂ કરીને બહોળી પ્રસિધ્ધિ આપી છે.