કચરા જેવા વિચારો !!

N.D
કેટલાક દિવસ પહેલાની વાત છે. સવારે હું હજામની દુકાન ખુલવાની રાહ જોઈ રહ્યો હતો. એક ડોશીમા પડોશની દુકાન સામે ઝાડુ લગાવી રહી હતી, અને કચરાને ભેગો કરી રહી હતી. તેને જોઈને હું વિચારવા લાગ્યો. ખાસ કરીને શહેરના વિસ્તારોનુ આ દ્રશ્ય સામાન્ય હોય છે. જ્યા દુકાનદાર અને રહેવાસી પોતાના ઘર, દુકાનની સામેની ગંદકીને વાળીને કચરાનો ઢગલો રસ્તા પર જ છોડી દે છે. તેઓ વિચારે છે કે આ કચરાને શહેરની બહાર પહોંચાડવાનુ કામ સરકારનુ છે. થોડીવાર પછી આ જ કચરો હવાથી રસ્તામાં ચારેબાજુ ફેલાવવા માંડે છે અને આ રીતે સવારથી જ રોડ ગંદો થવાની શરૂઆત થઈ જાય છે.

અંધવિશ્વાસને કારણે ચા બનાવનારો પોતાની પહેલી ચા રસ્તા પર ચઢાવે છે. આસપાસના રહેવાસીઓ રાતનુ બચેલુ ખાવાનુ, એંઠવાડો, પતરાળા રસ્તાના કિનારે ફેંકી દે છે. જે સડી જવાથી ચારે બાજુ દુર્ગંધ ફેલાવવા માંડે છે. આવતા-જતા લોકો હેરાન થઈ જાય છે. ઉપર રહેતા લોકો પોતાની જાતને નસીબદાર માને છે અને કચરાની થેલી રાતે ચૂપચાપ રસ્તા પર ફેકી દે છે.

નઇ દુનિયા|
સાર્વજનિક સ્થળો પર કચરો કરનારામાં પડીકી પ્રેમીઓ વધુ છે. ગુટકા મોઢામાં દબાવ્યા પછી તેઓ રેપર ત્યાં જ ફેંકી દે છે. એટલુ જ નહી થોડીવાર ચાવ્યા પછી ત્યાં જ થૂંકે પણ છે. આ બાબતે તો કેટલાક એટલી ઓછી હરકતો કરે છે કે ચોખ્ખી ટાઈલ્સ કે બિલ્સિંગના દાદરાની આસપાસની દિવાલો પર પણ થૂંકતા નથી ખચકાતા. જેનાથી બચવા લોકો દાદરાની દિવાલો પર દેવી-દેવતાઓના ફોટા લગાવી દે છે. ઘરને સાફ રાખવાની જવાબદારી ઘરના બધા લોકોની હોય છે, પરંતુ ઘરની બહાર નીકળતા જ આપણા વિચારો બદલાઈ જાય છે. આપણે સ્વચ્છતાની બાબતે બેદરકાર થઈ જઈએ છીએ. જ્યા ઉભા હોઈએ છીએ ત્યાં જ કચરો છોડી દઈએ છીએ. બસ કે કારમાં યાત્રા કરવા દરમિયાન પણ કચરો રસ્તા પર છોડી દઈએ છીએ. જેના માટે આપણી સ્વાર્થી માનસિકતા જવાબદાર છે, તર્ક આપણો એ હોય છે કે અહીંથી થોડીવાર માટે જ પસાર થવાનુ છે તો આપણે સ્વચ્છતાનો ખ્યાલ કેમ રાખીએ ? જો આપણા આવા જ વિચારો હોય તો પછી સ્વચ્છ અને સુંદર શહેરની કલ્પના કરવા માટે આપણે હકદાર નથી.


આ પણ વાંચો :