મોટા ઘરની દિકરી ભાગ -3

N.D
શ્રીકંઠ સિંહ શનિવારે ઘરે આવતા હતા. ગુરૂવારે આ ઘટના થઈ અને બે દિવસ સુધી આનંદી કોપભવનમાં રહી. ન કશુ ખાધુ કે પીધુ, તેમની રાહ જોતી રહી. છેવટે શનિવારે તેઓ નિયમમુજબ સાંજના સમયે ઘરે આવ્યા અને બહાર બેસીને થોડી વાર સુધી અહીં-તહીંની વાત કરી, કેટલીક દેશકાળ સંબંધી સમાચાર અને કેટલાક નવા મુકદ્દમાં વગેરેની ચર્ચા કરવા લાગ્યા. આ વાર્તાલાપ દસ વાગ્યા સુધી થતો રહ્યો. ગામના ભદ્ર પુરૂષોને આ વાતોમાં એવો આનંદ મળતો હતો કે ખાવા પીવાનુ પણ ભાન નહોતુ રહેતુ.

શ્રી કંઠને આ બધાથી પીછો છોડાવવો મુશ્કેલ થઈ જતો. આ બે ત્રણ કલાક આનંદીએ બહુ મુશ્કેલીથી કાઢ્યા. જેમતેમ કરીને જમવાનો સમય થઈ ગયો. પંચાયત ઉઠી ગઈ. એકાંત થયુ, તો લાલબિહારીએ કહ્યુ - ભાઈ તમે જરા ભાભીને સમજાવી દેજો કે મોઢું સાચવીને બોલ્યા કરે, નહી તો કોઈક દિવસે અનર્થ થઈ જશે.

બેનીમાધવ સિંહે છોકરાની વાતને ટેકો આપતા કહ્યુ કે - હા, વહુ-છોકરીઓનો આવો સ્વભાવ સારો નહી કે તેઓ માણસો સાથે જીભા જોડી કરે.

લાલબિહારી - તે મોટા ઘરની દિકરી છે તો અમે પણ કાંઈ ચમાર-સુથાર નથી. શ્રીકંઠે ચિંતા સાથે પૂછ્યુ - કોઈ કહેશો કે છેવટે વાત શુ છે ?

લાલબિહારીએ કહ્યુ - કશુ જ નહી બસ, એમ જ વઢી પડી. પિયરવાળા સામે તો અમને કાંઈ સમજતી જ નથી.

શ્રીકંઠ ખાઈપીને આનંદી પાસે ગયો. તે તમતમીને બેસી હતી. આ હજરત પણ થોડા ગુસ્સામાં હતા. આનંદીએ પૂછ્યુ - તમારુ મન તો ખુશ છે.
શ્રી કંઠ બોલ્યા - ખૂબ જ પ્રસન્ન છુ. પણ તેં આજકાલ ઘરમાં આ શુ તમાસો લગાવી મૂક્યો છે ?

આનંદીને તો જાણે આગમાં ઘી હોમાયુ, શરીરમાં એક આગ ભડકી ઉઠી. તે બોલી - જેણે તમને આ આગ ચાંપી છે તે મળે તો તેનુ મોઢુ બાળી નાખુ.

શ્રીકંઠે કહ્યુ - આટલી ગુસ્સે કેમ થાય છે ? વાત શી છે એ તો કહે.

આનંદી - શુ કહુ, આ તો મારુ નસીબ છે ! નહી તો એક ગામડિયો છોકરો, જે નોકર બનવા પણ યોગ્ય નથી, મને દંડાથી મારીને આમ ન અકડતો.

શ્રીકંઠ - બધી વાત ચોખ્ખી રીતે કહે તો ખબર પડે. મને તો કશી ખબર નથી.
આનંદી - પરમ દિવસે તમારા લાડકા ભાઈએ મને માંસ પકવવાનુ કહ્યુ. ઘી વાસણમાં અઢીસો ગ્રામથી વધુ નહોતુ. તે બધુ મેં માંસમા નાખી દીધુ. જ્યારે જમવા બેસ્યો તો કહેવા લાગ્યો - દાળમાં ઘી નથી. બસ, આ જ વાત મારા પિયરીયાઓ વિશે જેવુ તેવુ બોલવા લાગ્યો. મારાથી ન રહેવાયુ, તેથી મેં કહી દીધુ કે આટલુ ઘી તો અમારા નોકર ખાઈ જાય છે. બસ આટલી અમથી વાત પર આ અન્યાયીએ મારા પર દંડો ઉઠાવીને ફેક્યો. જો હુ હાથ વડે ન રોકતી તો મારુ માથુ ફાટી જતુ. તેને જ પૂછો કે મેં જે પણ કાંઈ કહ્યુ તે સાચુ છે કે ખોટું.

શ્રીકંઠની આંખો લાલ થઈ ગઈ, તે બોલ્યા - આટલી હદ સુધી વાત થઈ ગઈ,આ છોકરાની આટલી હિમંત !

આનંદી સ્ત્રીઓના સ્વભાવમુજબ રડવા લાગી. કારણકે આંસુ તો તેમની પલક પર જ રહેતા હોય છે. શ્રીકંઠ ખૂબ જ ધેર્યવાન અને શાંત પુરૂષ હતા. તેમણે કદાચ જ ક્યારેક ગુસ્સો આવતો હશે. સ્ત્રીઓના આંસુ પુરૂષોના ગુસ્સાને ભડકાવવાનુ કામ કરે છે. આખીરાત તેઓ પડખું ફેરવતા રહ્યા. ગુસ્સાને કારણે તેમને ઉઘ પણ ન આવી. સવારે પોતાના પિતાજી પાસે જઈને બોલ્યા -દાદા, હવે આ ઘરમાં મારો નિર્વાહ નહી થાય.

આ પ્રકારની વિદ્રોહપૂર્ણ વાતો કહેવાથી શ્રીકંઠે કેટલીય વાર પોતાના મિત્રોને ધમકાવ્યા હતા,પરંતુ દુર્ભાગ્ય ,આજે તેમણે પોતે જ તે વાતો પોતાના મોઢેથી બોલી રહ્યા છે. બીજાએ ઉપદેશ આપવુ કેટલુ સરળ છે.

બેનીમાધવ સિંહ ઘબરાઈ ગયા બોલ્યા - કેમ ?
શ્રીકંઠ - એ માટે કે મને પણ મારી માન-મર્યાદાનો વિચાર છે. તમારા ઘરમાં હવે અન્યાય અને હઠનો પ્રકોપ થઈ રહ્યો છે. જેમણે મોટા લોકોનો આદર સત્કાર કરવો જોઈએ તે તેમના માથે ચઢી બેસે છે. હુ બીજાનો નોકર છુ ઘરે રહેતો નથી. અહી મારી પાછળ સ્ત્રીઓને દંડો અને ચંપલોનો વરસાદ વરસાવવામાં આવે છે. કડવી વાત સુધી તો ઠીક છે. કોઈ એકની બે કહી દે, ત્યાં સુધી હુ સહન કરી શકુ છુ. પણ આ કદી નથી સહન કરુ કે મારા પર લાત કે જૂતા પડે, અને હું દમ પણ ન મારુ.

બેની માધવ તેમની વાતનો જવાબ ન આપી શક્યા. શ્રીકંઠ હંમેશા તેમનો આદર કરતા હતા. તેમના આવા તેવર જોઈને વૃધ્ધ ઠાકુર અવાક રહી ગયા. એટલુ જ બોલ્યા બેટા તુ બુધ્ધિમાન થઈને આવી વાતો કરે છે. સ્ત્રીઓ આવી રીતે ઘરનો વિનાશ કરે છે. તેમને વધુ માથા પર ચઢાવવી જોઈએ નહી.

વેબ દુનિયા|
શ્રીકંઠ - એટલુ તો હું પણ જાણુ છુ. તમારા આશીર્વાદથી આટલો મૂર્ખ તો નથી. તમને તો ખબર છે કે મારા સમજાવવાથી આ ગામના કેટલાય ઘર તૂટતા બચ્યા છે, પણ જે સ્ત્રીની માન-પ્રતિષ્ઠાનો ઈશ્વરના દરબારમાં જવાબ આપવાનો છે, તેના પ્રત્યે આવો ઘોર અન્યાય અને પશુ જેવો વ્યવ્હાર મને અસહ્ય છે. તમે સાચુ માનો કે મારી માટે એ ઓછુ નથી કે હું લાલબિહારીને કોઈ દંડ નથી આપતો.


આ પણ વાંચો :