મોટા ઘરની દિકરી ભાગ- 4

NDN.D
જે સમયે લાલબિહારી સિંહ માથુ નમાવીને આનંદીના દરવાજે ઉભો હતો, તે સમયે શ્રીકંઠ સિંહ પણ આંખો લાલ કરી બહારથી આવ્યા. ભાઈને ઉભેલો જોઈને, તેને નફરતથી આંખો ફેરવી લીધી, અને ગુસ્સાથી બહાર નીકળી ગયા. માનો તેના પડછાયાથી પણ દૂર ભાગતા હોય.

આનંદીએ લાલબિહારીને ફરિયાદ તો કરી હતી,પણ હવે મનમાં તેને પછતાવો થઈ રહ્યો હતો. તે સ્વભાવથી જ દયાવાન હતી. તેણે આ વાતનો જરાપણ ખ્યાલ નહોતો કે વાત આટલી વધી જશે. તે મનમાં પોતાના પતિ પર નારાજ થઈ રહી હતી કે આ આટલા ગુસ્સે કેમ થાય છે. ઉપરથી એ પણ બીક લાગી રહી હતી કે ક્યાંય મને આ ઈલાહાબાદ પોતાની સાથે જવાનુ કહેશે તો, હું શુ કરીશ ? આ દરમિયાન તેણે જ્યારે લાલબિહારીને બહાર દરવાજા પર ઉભા રહીને આ કહેતા સાંભળ્યો કે હવે હું જાઉ છુ, મારાથે જે ભૂલ થઈ તેને માફ કરજો, તો તેનો થોડો ઘણો બચેલો ગુસ્સો પણ ઓગળી ગયો. તે રડવા લાગી. મનનો મેલ ધોવા માટે આંસુથી યોગ્ય કોઈ વસ્તુ નથી.

શ્રીકંઠને જોઈને આનંદીએ કહ્યુ - લાલા બહાર ઉભા રહીને બહુ રડી રહ્યા છે.
શ્રીકંઠ - તો હું શુ કરુ ?
આનંદી - તેમને અંદર બોલાવી લો, મારી જીભ બળે. મેં કેમ આ ઝગડો ઉભો કર્યો.
શ્રીકંઠ - હુ નહી બોલાવુ.
આનંદી - પછતાશો, તેમને ખૂબ દુ:ખ થઈ ગયુ છે, એવુ ન થાય કે તેઓ ક્યાંક ચાલ્યા જાય.
શ્રીકંઠ ઉભા ન થયા. એટલામાં લાલબિહારીએ ફરી કહ્યુ - ભાભી, ભાઈને મારા પ્રણામ કહેજો. તે મારું મોઢું જોવા નથી માંગતા. તેથી હું મારું મોઢુ તેમને નહી બતાવુ.

લાલબિહારી આટલુ બોલીને પાછો ફર્યો. અને ઝડપથી દરવાજા તરફ આગળ વધવા લાગ્યો. છેવટે આનંદી રૂમમાંથી નીકળી અને તેનો હાથ પકડી લીધો. લાલબિહારીએ પાછળ વળીને જોયુ અને બોલ્યો - મને જવા દો.
આનંદી- ક્યા જાવ છો ?
લાલબિહારી - જ્યા કોઈ મારું મોઢુ ન જોઈ શકે.
આનંદી - હું નહી જવા દઉ.
લાલબિહારી - હું તમારા લોકો સાથે રહેવા લાયક નથી.
આનંદી - તમને મારા સમ, હવે એક પગ પણ આગળ ન વધારતા.
લાલબિહારી - જ્યા સુધી મને એ ખબર ન પડે કે ભાઈના મનમાં મારી માટે કોઈ ગુસ્સો નથી, ત્યાં સુધી હું આ ઘરમાં બિલકુલ નહી રહુ.
આનંદી - હું ઈશ્વરને સાક્ષી રાખીને કહું છુ કે મારા મનમાં તમારા માટે જરાપણ મેલ નથી.
હવે શ્રીકંઠનુ હૃદય પીગળી ગયુ. તે બહાર આવીને લાલબિહારીને ભેટી પડ્યો. બંને ભાઈ ધ્રુસકે ધ્રુસકે ખૂબ રડ્યા. લાલબિહારીએ કહ્યુ - ભાઈ હવે કદી ન કહેતા કે હું તારું મોઢુ જોવા નથી માંગતો. આ સિવાય તમે જે દંડ આપશો, હું તે સહર્ષ સ્વીકારી લઈશ.
શ્રીકંઠે ધ્રુજતા અવાજમાં કહ્યુ - લલ્લુ, આ વાતોને બિલકુલ ભૂલી જા. ઈશ્વરની કૃપા રહી તો આવુ ફરી નહી થાય.
બેનીમાધવ બહારથી આવી રહ્યા હતા. બંને ભાઈઓને ગળે મળતા જોઈને તેઓ ખુશીથી મલકી ઉઠયા.
તેઓ બોલ્યા - મોટા ઘરની દિકરીઓ આવી જ હોય છે. બગડતુ કામ સુધારી લે છે.
ગામમાં જેમણે આ ઘટના સાંભળી, તેમને આ શબ્દોથી આનંદીની પ્રશંસા કરી - 'મોટા ઘરની દિકરીઓ આવી જ હોય છે.'

સંપૂર્ણ.

વેબ દુનિયા|
આજઅહીં આ વાર્તાનઅંતિભાઅમરજકર્યે. આશતમને આ વાર્તજરૂગમહશતમારમંતવ્યઅમનજરૂજણાવો.


આ પણ વાંચો :