બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By વેબ દુનિયા|

બોનસ

N.D
અમારા એક સાથી મિત્ર છે મિસ્ટર સિપાહા. યૂપી બાજુના છે. તેમણે પોતાના ક્વાર્ટરના ઓટલાનુ નામ 'અડ્ડો' રાખ્યુ હતુ. દરેક સાંજે અડ્ડા પર સારી એવી બેઠક જામતી. ચા-પાણી કશુ નહી... ફક્ત વાતો વાતો ને દુનિયાભરની બસ વાતો જ વાતો.

બધાને બહુ મજા પડતી. અડ્ડા પર એક આંટો મારવાથી દિવસભરની એકલતા અને ઉદાસી દૂર થઈ જતી. મિ. સિપાહા અડ્ડા દ્વારા આવુ જ કરવા માંગતા હતા.

તે દિવસે પણ ઘટનાઓ અને હસી-મજાક ચાલી રહી હતી કે શર્માજી દરવાજા પરથી જ તાળીઓ વગાડતા વગાડતા આવ્યા અને બોલ્યા 'ખુશ ખબર, ભાઈ ખુશ ખબર... આ વખતે અમને 55 દિવસના બદલે પૂરા 70 દિવસનુ બોનસ મળશે.... 70 દિવસનુ બોનસ... છે ને ખુશખબર'.

સાંભળીને અમારા બધાના ચહેરા ખીલી ગયા, પરંતુ એ જ ક્ષણે 'શર્માજી...હવે કેટલા બોનસ બીજા લેશો ..? એક વર્ષ વધુ..આવતા વર્ષે તો રિટાયરમેંટ છે તમારુ.'

અડ્ડા પર સન્નાટો છવાઈ ગયો. શુક્લાજીનુ વાક્ય સાંભળતાજ શર્માજીની આંખોની પીડા સ્પષ્ટ દેખાતી હતી - છોકરીઓના લગ્ન બાકી છે..... પુત્ર હજુ બેરોજગાર છે... પત્ની બીમાર છે....તેના પર રિટાયરમેંટ દરવાજો ખખડાવી રહ્યુ છે.

આ સમસ્યાઓનો સામનો કરવાની હિમંત આપવાને બદલે રિટાયરમેંટની તારીખ યાદ અપાવવાની ક્રુરતા કરી છે. રિટાયર તો બધાએ એક દિવસ થવાનુ જ છે... કહેવાની ઈચ્છા હોવા છતાં હું ચૂપ બેસી. આ મારી કાયરતા હતી.

તે દિવસ પછી શર્માજી કદી અડ્ડા પર નહી જોવા મળ્યા કે ન કદી બોનસને લઈને કોઈ વાત નીકળી... ન તો કદી કોઈ આનંદ વેરાયો અડ્ડા પર.