ગુજરાતી રેસીપી- શ્રાવણ ઉપવાસના 5 સ્વાદિષ્ટ રેસીપી

kachori
Last Updated: મંગળવાર, 9 ઑગસ્ટ 2016 (17:45 IST)
આજે અમે તમને શ્રાવણ માસમાં ઉપવાસ માટે બનાવતી રેસીપી જણાવી રહ્યા છે.

સામગ્રી 
- કાચા કેળાં - ૪ નંગ, સીંગદાણા - ૧ ચમચો, શિંગોડાનો લોટ - ૧ ચમચો, દાડમના દાણા - ૧ ચમચો, કોપરાનું છીણ - ૧ ચમચો, કિશમિશ - ૧૦-૧૨ નંગ, વાટેલાં આદું-મરચાં - ૧ ચમચી, તજ-લવિંગનો પાઉડર  અડધી ચમચી, દહીં - ૧ વાટકી,  ફરાળી મીઠું - સ્વાદ મુજબ. તળવા માટે તેલ 
વાનગી બનાવવાની રીત - કાચા કેળાંને ધોઇને વચ્ચેથી બે ટુકડા સમારી બાફી લો. ત્યાર બાદ તેને છોલીને છુંદો કરો. સીંગદાણાને શેકીને અધકચરા ખાંડી લો. હવે કેળાના માવામાં સીંગદાણાનો ભૂકો, ફરાળી મીઠું, કોપરાનું છીણ, વાટેલાં આદું-મરચાં, દાડમના દાણા, કિશમિશ , તજ-લવિંગનો પાઉડર વગેરે બધો મસાલો નાખીને પૂરણ તૈયાર કરો. તેમાંથી ગોળા વાળી કચોરી જેવો આકાર આપો અને શિગોડાનો લોટમાં રગદોળી તેલમાં તળી લો. દહીમાં મીઠું, ખાંડ, લીલા મરચાંની પેસ્ટ વગેરે નાખીને ચટણી બનાવી તેની સાથે ખાવ.


આ પણ વાંચો :