પંજાબી ટેસ્ટી રેસીપી - આલુ પરોઠા

aloo paratha
કલ્યાણી દેશમુખ|
 
aloo paratha
સામગ્રી - 250 ગ્રામ બટાકા, લીલા મરચાં 4-5, સમારેલી કોથમીર અડધો કપ, વરિયાળી એક ચમચી, અજમો અડધી ચમચી, ખાંડ એક ચમચી, એક લીંબુનો રસ, હળદર અને સ્વાદમુજબ મીઠુ.  

લોટ બાંધવા માટે - 2 કપ ઘઉંનો લોટ અને મીઠુ.

બનાવવાની રીત - બટાકાને બાફીને છોલી લો. ચમચીથી મસળીને તેમા સમારેલા લીલા મરચા, વરિયાળી, અજમો, ખાંડ, લીંબુનો રસ, કોથમીર અને સ્વાદ મુજબ મીઠુ તેમજ હળદર નાખીને મસળી લો.

હવે ઘઉના લોટમાં મીઠુ નાખીને મધ્યમ લોટ બાંધી લો. એક લોઈ બનાવી નાની પૂરી વણો તેમા બટાકાનો તૈયાર મસાલો થોડો ભરીને દબાવી દો અને તેને હલકા હાથે રોટલી જેટલો વણી લો. જેટલો મસાલો વધુ ભરશો તેટલો સ્વાદ સારો લાગશે.

આ પરાઠાને ગરમ તવા પર નાખો અને તેલ અથવા ઘી વડે બદામી રંગના સેકી લો. આ રીતે બધા આલૂના પરાઠાં બનાવી લો.

આ પરાઠાંને સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરો.


આ પણ વાંચો :