શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 22 જૂન 2017 (16:55 IST)

5 Minit Recipe - 5 જ મિનિટમાં બનાવો વધેલા ભાતની કટલેટ

1 કપ બચેલા ભાત અથવા ફ્રેશ ભાત 
1 મોટુ બટાકુ અથવા 3/4 કપ બાફેલા અને મસળેલુ બટાકુ 
3 ટેબલસ્પૂન મકાઈનો લોટ તમે તેના બદલે તમે સેકેલુ બેસન પણ લઈ શકો છો. 
1/4 કપ છીણેલુ ગાજર 
1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી 
1/2 કપ છીણુ સમારેલુ કેપ્સીકમ 
2-3 ચમચી સમારેલા ધાણા 
1 ચમચી ચાટ મસાલો 
1/2 ટેબલ સ્પૂન હળદર 
1/2 ટેબલ સ્પૂન લાલ મરચુ પાવડર 
સ્વાદ પ્રમાણે મીઠુ 
1 ચમચી વાટેલુ અદરક 
1 લીલુ મરચુ સમારેલુ 
 
બનાવવાની રીત - સૌ પહેલા ભાતને સારી રીતે હલાવીને તેમા બાફેલુ બટાકુ, ગાજરનું છીણ, કેપ્સીકમ, ડુગળી, ધાણા, ચાટ મસાલો, હળદર, લાલ મરચું, મીઠુ અને આદુ નાખીને સારી રીતે હલાવો. ઉપરોક્ત બધી સામગ્રી નાખ્યા પછી ઉપરથી બેસન અથવા કોર્નફ્લોર નાખીને સારી રીતે મિક્સ કરો. બધી સામગ્રી સારી રીતે મિક્સ થાય ત્યા સુધી સારી રીતે મિક્સ કરતા રહો. પછી હાથ સાફ કરી લો અને એક બાજુ કઢાઈમાં તેલ ગરમ કરવા મુકી દો.