ઉપવાસની વાનગી - બનાના પોટેટો બોલ્સ

banana balls

સામગ્રી - 4 કાચા કેળા, 2 બાફીને છોલ્યા બાદ મેશ કરેલા મોટા બટાકા, 100 ગ્રામ પનીર, અડધો કપ સાબુદાણા(બારીક પીસેલા, 1-1 ટેબલ સ્પૂન આદું, પીસેલા લીલાં મરચાં, કાળા મરીનો પાવડર, સિંધાલૂણ તથા ફૂદીના પાવડર, બારીક કાપેલી કોથમીર, તળવા માટે તેલ.

બનાવવાની રીત - પનીરના 1-1 ઇંચના ટૂકડાં કરી લો અને સામાન્ય મીઠું અને કારા મરીનો પાવડર ભભરાવી મૂકી રાખો. તેલ તથા પનીરને છોડીને બધી સામગ્રી સરખી રીતે મિક્સ કરી પનીરના જેટલા ટૂકડાં હોય તેટલાં ગોળા બનાવી લો. 1 ગોળો લો અને હથેળી પર ફેલાવી તેની અંદર પનીર નાંખી યોગ્ય રીતે બંધ કરી દો.

હવે તેલ ગરમ કરી ગોળા સોનેરી રંગના થાય ત્યાંસુધી તળો.

તળાઇ જાય એટલે કઢાઈમાંથી કાઢી લઇ વચ્ચે લીલી ચટણી સજાવીને ગરમાગરમ ફરાળી બનાના-પોટેટો બોલ્સ સર્વ કરો.


આ પણ વાંચો :