શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

Healthy Breakfast - બ્રેડ ભૂરજી

જો તમને સવાર સવારે ઓફિસ જવાની ઉતાવળ છે પણ બ્રેકફાસ્ટ માટે પરાઠા અને શાક બનાવવાનો બિલકુલ ટાઈમ નથી. તો બસ થોડી મહેનત કરીને તમે તમારો ટાઈમ બચાવવા ઉપરાંત હેલ્ધી બ્રેકફાસ્ટ પણ કરી શકો છો. બ્રેડ ભૂર્જી આવી જ એક ક્વિક અને હેલ્ધી રેસીપીનો એક સારુ ઓપ્શન છે. 
 
બનાવવા માટે સામગ્રી - 10 બ્રેડ સ્લાઈસ, 1 કપ દહી, 1/4 દહી, 1/4 ચમચી હળદર, 1 ચમચી જીરુ, 1 લીલું મરચુ 3-4 કઢી પાન, 1/4 કપ કાપેલી ડુંગળી 2 ચમચી તેલ મીઠુ સ્વાદમુજબ.
 
બનાવવાની રીત - એક બાઉલમાં દહી, હળદર મીઠુ અને 2 ચમચી પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમા બ્રેડના સ્લાઈસ નાખીને તેને સારી રીતે મિક્સ કરી લો.  કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય કે તેમા જીરુ, લીલા મરચા કઢી પાન અને આદુ નાખીને થોડીવાર સાંતળો પછી તેમા ડુંગળી નાખો.  ડુંગળી સોનેરી થાય કે તેમા બ્રેડના સ્લાઈસ નાખીને થોડીવાર ચલાવો પછી ગેસ બંધ કરી દો. લીલા ધાણા નાખી ગરમા ગરમ સર્વ કરો.