બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

રેસીપી - સાંજના નાસ્તામાં ખાવ હેલ્ધી ચાઈનીઝ ભેલ

સાંજના સ્નેકમાં તળેલુ શેકેલુ ખાઈને કંટાળી થઈ ચુક્યા છો તો ચાઈનીઝ ભેલ બનાવી શકો છો. આ હલકો ફુલકો નાસ્તો હોય છે તેથી તે પચવામાં સહેલુ હોય છે અને આરોગ્યપ્રદ પણ હોય છે.  નવી રેસીપી હોવાથી બાળકોને પણ ખૂબ પસંદ આવશે. 
સામગ્રી - 3 પેકેટ નૂડલ્સ  
1/2 કપ - સમારેલી કોબીજ 
1/4 કપ ઝીણી સમારેલી શિમલા મરચા 
4 ચમચી તેલ 
મીઠુ સ્વાદ મુજબ 
સોસ બનાવવા માટે 
3 ચમચી ટૉમેટો સોસ 
3/4 ચમચી ચિલી સોસ 
1 ચમચી સિરકા (વિનેગર) 
બે ચમચી સોયા સોસ 
 
બનાવવાની રીત - સૌ પહેલા સોસ બનાવવા માટેની સામગ્રીને એક મોટા વાસણમાં નાખો. સારી રીતે મિક્સ કરીને એક બાજુ મુકી દો. હવે એક પેનમાં લગભગ ત્રણ ચમચી તેલ ગરમ કરો અને તેમા નૂડલ્સ નાખો. સોનેરી થતા સુધી સેકો. પેનથી અલગ મુકો. બચેલુ તેલ પૈનમાં નાખીને બધા સમારેલા શાક નાખીને લગભગ ત્રણ મિનિટ સુધી પકવો. પેનમાં સોસ નાખીને લગભગ મિનિટ સુધી ઉકાળો. હવે નૂડલ્સ મિક્સ કરો અને તેમા મીઠુ નાખીને તાપ પર બે મિનિટ પકવો. નૂડલ્સમાં સોસ સારી રીતે મિક્સ થવો જોઈએ. ચાઈનીઝ ભેલ તૈયાર છે.