કોર્ન પૈન પાવભાજી

corn pan paav bhaji
સામગ્રી - 200 ગ્રામ કોર્ન(મકાઈ) 200 ગ્રામ પનીર, 2 મોટા બાફેલા બટાકા, 2 ડુંગળી, 7-8 લસણની કળી, 4 ટેબલ સ્પૂન પાવભાજી મસાલા, 2 ટેબલ સ્પૂન લાલ મરચાનો પાવડર, 8 ટેબલ સ્પૂન બટર, 2 લીંબૂનો રસ, લીલા ધાણા, મીઠુ જરૂર મુજબ. 


બ્રેડ માટે - 16 બ્રેડ પીસ, 2 ટેબલ સ્પૂન પાવભાજી મસાલો, 4 ટેબલ સ્પૂન બટર, મીઠુ જરૂર મુજબ.

બનાવવાની રીત - તવા પર બટર ગરમ કરી લો. ગરમ થતા તેમા લસણ અને ડુંગળીને સોનેરી થતા સુધી સેકો. પછી મકાઈ અને બટાકાને મિક્સ કરીને થોડીવાર હલાવો. હવે બાકી બધી સામગ્રીઓને પણ મિક્સ કરી થોડી વાર સેકો. ઉપરથી લીલા ધાણા અને પનીરના ટુકડા નાખો.


આ પણ વાંચો :