ક્રિસ્પી પનીર પકોડા

paneer pakode
Last Modified મંગળવાર, 17 માર્ચ 2015 (17:50 IST)

સામગ્રી - પનીર 150 ગ્રામ, કોર્નફ્લોર - 4 મોટી ચમચી, તલ 6 મોટી ચમચી, બ્રેડ ચુરો - 1/4 કપ, મીઠુ સ્વાદમુજબ, ચાટ મસાલો એક નાની ચમચી તળવા માટે તેલ.

બનાવવાની રીત - પનીરની લાંબી અને પાતળી સ્ટ્રિપ કાપી લો. કોર્નફ્લોરમાં પાણી નાખી થોડુ પાતળુ ખીરુ બનાવી લો. તેમા મીઠુ નાખો. બ્રેડ ચુરો અને તલમાં થોડુ મીઠુ ભેળવી રાખો. હવે પનીર સ્લાઈસ પર થોડુ મીઠુ છાંટીને કોર્નફ્લોર ખીરામાં ડુબાડી બ્રેડ ચુરા અને તલમાં લપેટી ગરમ તેલમાં સોનેરી અને ક્રિસ્પી થતા સુધી તળો.
આ જ રીતે બધા પકોડા તળી લો. ચાટ મસાલો ભભરાવી ઠંડુ થાય ત્યારે ડબ્બામાં ભરી લો. પિકનિકમાં લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો.


આ પણ વાંચો :