શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (17:24 IST)

સાંજે કંઈક ચટપટુ ખાવાની ઈચ્છા છે તો ઘરે જ બનાવો રેસ્ટોરેંટ જેવી પાપડી ચાટ

દહી પાપડી ચાટનુ નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે. આ ચાટ ઉત્તર ભારતના વ્યંજનોમાં એક લોકપ્રિય સ્નૈક રેસિપી પણ છે અને મુખ્ય રૂપથી દહી અને નાની પાપડીઓ સાથે તૈયાર કરવામાં આવે છે.   જો તમે રેસ્ટોરેંટ જેવી સ્ટાઈલની પાપડી ચાટ બનાવવા માંગો છો તો અમે તમારે માટે સહેલી રેસીપી લઈને આવ્યા છે. આ રેસીપી તમારા ઘરે જ ખૂબ ઓછી સામગ્રી સાથે બનાવી શકાય છે. તો તમે રાહ શાની જોઈ રહ્યા છો  ? જાણી લો કેવી રીતે તમે પાપડી ચાટ ઘરમાં જ  બનાવી શકો છો. 
 
મુખ્ય સામગ્રી - 10 snacks - બાફેલા બટાકા, બાફેલા દેશી ચણા, લીલી ચટણી, દહી, આમલીની ચટણી, ઝીણી સમારેલી ડુંગળી,  મીઠુ, જીરા પાવડર, લાલ મરચુ, ચાટ મસાલા 
 
મુખ્ય પકવાન માટે 
 
- જરૂર મુજબ ચીઝ 
- જરૂર મુજબ શાકભાજી 
- જરૂર મુજબ સીરપ અને જ્યુસ 
- 2 કાપેલી શાકભાજી 
-2 બાફેલા શાકભાજી 
- 1 નાની ચમચી મસાલા અને હર્બ્સ
- 1 નાની ચમચી જેમ્સ
- 1 કપ બાફેલા અનાજ, કઠોળ 
 
બનાવવાની  રીત  એક બાઉલ લો અને તેમા દહી મિક્સ કરો. હવે તેમા ખાંડ નાખીને મિક્સ કરો અને એક બાજુ પર મુકી દો. 
 
- એક પ્લેટ લો અને તેમા પાપડી નાખો અને તેના પર બાફેલા બટાકાના ટુકડા નાખો. હવે તેમા બાફેલા ચણા ડુંગળી અને દહી મિક્સ કરો. 
 
- ત્યારબાદ મીઠુ, જીરા પાવડર, લાલ મરચુ નાખો.  હવે તેમા આમલીની ચટણી અને ધાણા નાખો અને તેમા ચાટ મસાલા, સમારેલા ધાણા સાથે  ગાર્નિશ કરો. સર્વ કરતા પહેલા તેના પર સેવ ભભરાવવાનુ ભૂલશો નહી. 
 
 
જે લોકો પોતાના સ્વાદ મુજબ તેને પસંદ કરે છે તેઓ સ્વાદ મુજબ ગળપણ કે મસાલેદાર બનાવવા માટે દહી કે ચટણી મિક્સ કરી શકો છે.