શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 1 જુલાઈ 2016 (14:38 IST)

યમી રેસીપી - દેશી ટામેટાનું ભડથું

અત્યાર સુધી તમે રીંગણનું ભડથું ખાધુ હશે પણ શુ ક્યારેય ટામેટાનું લજીજ ભડથું ચાખ્યુ છે.  નહી ને તો અમે 
તમને બતાવી રહ્યા છે આને બનાવવાની રીત. ચોખા સાથે તેનો સ્વાદ કમાલનો લાગે છે. 

 
સામગ્રી - 5-6 દેશી પાક્કા ટામેટા, 4 લીલા મરચા ઝીણા સમારેલા, 6-7 લસણની કળી ઝીણી સમારેલી, 2 ચમચી લીલા ધાણા ઝીણા સમારેલા, 1 ડુંગળી ઝીણી સમારેલી, મીઠુ સ્વાદમુજબ, 1/4 ચમચી સરસવનું તેલ. 

 
બનાવવાની રીત -  સૌ પહેલા ટામેટાને ગેસ કે પછી ઓવનમાં સેકી લો. જો ગેસ પર સેકી રહ્યા છો તો રોટલી સેકવાની જાળી મુકીને ટામેટાને ચારે તરફથી સેકી લો. (ટામેટા બાફશો નહી) 
- સેક્યા પછી ટામેટાને ઠંડા કરીને છાલટા કાઢી લો.  
- એક બાઉલ કે વાસણમાં પાકા છોલાયેલા ટામેટા, ડુંગળી, લસણ, મીઠુ, સરસવનુ તેલ અને લીલા મરચા નાખીને મસળી લો. (આ માટે તમે ગ્લાસની મદદ લઈ શકો છો) 
- પછી તેમા 1/4 કપ પાણી અને ધાણા નાખો અને સારી રીતે મિક્સ કરી લો. 
- લો તૈયાર છે તમારુ ટામેટાનું ભડથું. આ તમે પ્લેન રાઈસ સાથે સર્વ કરો.