રેસીપી - ઘરમાં જ બનાવો હોટલ જેવી કાજુ કરી

kaju curry
Last Modified સોમવાર, 4 જૂન 2018 (14:29 IST)
 
તમે પનીરની તો અનેક ડિશ ટ્રાઈ કરી હશે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કાજુ કરીની ટેસ્ટી શાકભાજી. તેનો સ્વાદ પનીર બટર મસાલા શાકભાજીની ગ્રેવી જેવો જ છે.  આવો અમે તમને બતાવીએ છીએ કે કેવી રીતે આ સહેલી રેસીપીને ઘરે બનાવશો. 
સામગ્રી - ઘી 1 ટેબલસ્પૂન 
કાજૂ - 215 ગ્રામ (શાક માટે) 
તેલ - 40 મિલીલીટર 
ડુંગળી - 150 ગ્રામ (ગ્રેવી મસાલા માટે) 
આદુ લસણની પેસ્ટ - 1 ટી સ્પૂન 
ટામેટા - 290 ગ્રામ 
કાજૂ - 5 ગ્રામ (ગ્રેવી મસાલા માટે) 
તેલ - 2 ટીસ્પૂન 
જીરુ - 1 ટીસ્પૂન 
તજ - 1 ઈંચ 
તેજપાન - 1 
ડુંગળી - 95 ગ્રામ (શાક માટે) 
હળદર - 1/2 ટી સ્પૂન 
લાલ મરચુ - 1 ટીસ્પૂન 
ઘાણાજીરુ - 1/2 ટીસ્પૂન 
મીઠુ - 1 ટીસ્પૂન 
પાણી - 220 મિલીલીટર 
તાજુ ક્રીમ - 65 ગ્રામ 
ગરમ મસાલો - 1/2 ટીસ્પૂન 
સૂકા મેથીના પાન - 1 ટીસ્પૂન 
લીલા ધાણા - સજાવવા માટે 
 
બનાવવાની રીત - એક વાસણમાં 1 ટીસ્પૂન ઘી ગરમ કરીને 215 ગ્રામ કાજુ થોડા સોનેરી થતા સુધી સેકો અને તેને બાજુ પર મુકી દો. 
- બીજા વાસણમાં 40 મિલીલીટર તેલ ગરમ કરી 150 ગ્રામ ડુંગળી સારી રીતે સેકો 
- 1 ટીસ્પૂન આદુ લસણનું પેસ્ટ નાખીને 1-2 મિનિટ માટે પકવો 
- પછી 290 ગ્રામ ટામેટા નાખીને મુલાયમ થતા સુધી ફ્રાય કરો 
- હવે કાજુને આ મિશ્રણમાં મિક્સ કરો 
- આ મિશ્રણને બ્લેંડરમાં વાટીને એક બાજુ મુકી દો 
- એક બીજા વાસણમાં 2 ચમચી તેલ ગરમ કરો. 1 ટીસ્પૂન જીરુ નાખીને સારી રીતે મિક્સ કરો 
- 1 ઈંચ તજનો ટુકડો, 1 તેજપાન નાખીને સારી રીતે મિક્સ કરો 
- હવે 95 ગ્રામ ડુંગળી નાખીને તેને હળવી સોનેરી થતા સુધી સેકો 
- પછી તેમા બ્લેંડ કરેલુ મિશ્રણ નાખીને સારી રીતે મિક્સ કરો. 
- 1/2 ટીસ્પૂન હળદર નાખો 
- 1 ટીસ્પૂન લાલ મરચુ, 1/2 ટીસ્પૂન ધાણાજીરુ, 1 ટીસ્પૂન મીઠુ નાખો. 
- હવે 220 મિલીલીટર પાણી નાખો. 
- 65 ગ્રામ તાજુ ક્રીમ નાખો અને તેને સારી રીતે મિક્સ કરો 
- તેમા સેકેલા કાજુ નાખીને વધુ સારી રીતે મિક્સ  કરો 
- તેને ઢાકણથી ઢાંકીને 5 મિનિટ સુધી બફાવા દો. 
- 1/2 ટી સ્પૂન ગરમ મસાલો 1 ટીસ્પૂન સુકી મેથીના પાન નાખો અને સારી રીતે મિક્સ કરો. 
- 3-5 મિનિટ માટે સીઝવા દો. 
- ધાણાથી સજાવો અને ગરમા ગરમ રોટલી સાથે પીરસો.  


આ પણ વાંચો :