શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

Mango Pickel - કેરીનુ ખાટુ અથાણુ

સામગ્રી - 1 કિલો ગોટલી કાઢેલી કેરીના ટુકડા, 75 ગ્રામ મીઠુ, 75 ગ્રામ લાલ મરચુ, 2 મોટી ચમચી હળદર, 3 મોટી ચમચી મોટી રાઈ, 2 મોટી ચમચી સરસો, 2 મોટી ચમચી મેથી, 2 મોટી ચમચી વરિયાળી, 1 મોટી ચમચી મંગરેલા, 2 ચપટી હીંગ, 500 ગ્રા. તેલ (તલનુ કે મગફળીનુ)

બનાવવાની રીત - કેરીને ધોઈ, લૂછીને 12-18 ટુકડા કરી લો. ગોટલી અને દંડી હટાવી દો. રાઈ, સરસો, મેથી સેકીને વાટી લો. વરિયાળી સેકીને વાટી લો. મંગરેલા સેકી લો. તેલ તપાવીને ધુમાડો કાઢી લો. ઉતારતા જ મરચુ નાખીને બાકી બધા મસાલા નાખી દો. 2 મિનિટ પછી લાલ મરચુ નાખો. સારી રીતે ભેળવીને કેરી નાખી દો. આને સારી રીતે મિક્સ કરી ઠંડુ કરી લો. 4-5 દિવસ તડકો બતાવી ઉપયોગમાં લો.