લીલા વટાણાના થેપલા

matar thepla

સામગ્રી - 250 ગ્રામ ઘઉંનો લોત, 250 ગ્રામ વટાણા, મીઠુ, મરચુ, હળદર, લીલા ધાણા, ખાંડ, બેસન સ્વાદમુજબ મોણ માટે અને સેકવા માટે તેલ.

બનાવવાની રીત - મટરને મિક્સરમાં અધકચરા વાટી લો.. કડાહીમાં બે ચમચી તેલ નાખીને વાટેલા વટાણા અને બધા મસાલા નાખીને ભરવાનુ મિશ્રણ તૈયાર કરો

લોટમાં મીઠુ અને તેલનું મોણ નાખીને લોટ બાંધી લો. તેના લૂઆ બનાવીને થોડુ વણીને તેમા ભરાવન ભરીને વણી લો. આ થેપલાને તવા પર તેલ લગાવીને સેકો અને ગરમાગરમ પીરસો.


આ પણ વાંચો :