શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 4 મે 2017 (14:16 IST)

જાણો કેવી રીતે બનાવશો નરમ અને સોફ્ટ ઈડલી

સામગ્રી-   અડદ દાળ- ૧ કપ, ઈડલી રવા-4કપ, પૌઆ (ચિવડાના) ૧/૨ કપ  , મીઠું 1 ચમચી , તેલ 
 
બનાવવાની રીત - 
સ્ટેપ ૧ - એક વાસણમાં 1 કપ અડદની દાળ પાણી નાખી 5 થી 6 કલાક પલાળી નાખો. સાથે બીજા વાટકામાં પૌઆ  પલાળી નાખો.  
 
સ્ટેપ 2- 6 કલાક પછી અડદ દાળને ગ્રાઈંડ કરી લો. 
 
સ્ટેપ 3-  હવે 4 કપ ઈડલી રવા લો અને સારી રીતે ધોઈ લો. પછી ઈડલી રવાને ગરમ પાણીમાં 5 થી 10 મિનિટ પલાળી લો. 
 
સ્ટેપ 4- હવે અડદા દાળના પેસ્ટમાં પૌઆ મિક્સ કરી ફરીથી વાટો. અને કોઈ વાડકામાં  કાઢી લો.
 
સ્ટેપ 5- હવે પલાળેલા ઈડલી રવાને અડદ દાળના ખીરા સાથે મિક્સ કરી દો. 
 
સ્ટેપ 6- હવે તેમાં પાણી મિક્સ કરો. પણ વધારે પાતળું ન કરો. પછી તેને આખી રાત માટે મૂકી દો. 
 
સ્ટેપ 7 - બીજા દિવસે ઈડલીના ખીરામાં મીઠું મિક્સ કરો. 
 
સ્ટેપ 8 - હવે ઈડલીની સંચામાં તેલ લગાવીને ભરો. 
 
સ્ટેપ 9 -   એને 15  મિનિટ વરાળ પર બાફી લો.  લો તમારી સ્વાદિષ્ટ ઈડલી તૈયાર છે. હવે એને નારિયલ ચટણી સાથે સર્વ કરો.