શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

નવરત્ન કોરમા

સામગ્રી: બાફેલા શાકભાજી, 2 કપ (ગાજર, વટાણા, બટાટા, ફ્લાવર)
2 ડુંગળી, સમારેલી
2 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
1/2 ટીસ્પૂન હળદર
2 ટીસ્પૂન ધાણા પાવડર
1 1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
1 1/2 ટીસ્પૂન ગરમ મસાલો
1 કપ દૂધ
2 ટેબલસ્પૂન વ્હિપ ક્રિમ
3 ટેબલસ્પૂન ઘી
સ્વાદ અનુસાર મીઠું
100 ગ્રામ પનીર
3 ટેબલસ્પૂન ટમેટાની પેસ્ટ
4 ટેબલસ્પૂન ડ્રાયફ્રૂટ્સ (કાજૂ, બદામ, કિશમિશ)
4 ટેબલસ્પૂન ક્રશ કરેલું પાઈનેપલ (વૈકલ્પિક)
2 ટેબલસ્પૂન તેલ (પનીર તળવા માટે)
1 ટેબલસ્પૂન લીલા ધાણા (ગાર્નિશિંગ માટે)

બનાવવાની રીત:
- પનીરને નાના ટુકડામાં સમારીને તળીને બાજુમાં રાખી દો.
- એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં ડુંગળી અને આદુ-લસણની પેસ્ટને ધીમી આંચી પર ઘી છૂટુ પડે ત્યા સુધી સાંતળી લો.
- ત્યારબાદ તેમાં ટમેટાની પેસ્ટ, હળદર, ધાણા પાવડર, લાલ મરચાંનો પાવડર, ગરમ મસાલો, મીઠું અને થોડુ પાણી ઉમેરો.
- હવે તેમાં બાફેલા શાકભાજી ઉમેરો અને ગ્રેવી ઘટ્ટ થાય ત્યા સુધી ઉકળવા દો.
- તે પછી તેમાં દૂધ અને ક્રિમ ભેળવો. એક મિનીટ સુધી ફરીથી ઉકળવા દો.
- ગેસ પરથી નીચે ઉતારતા પહેલા તેમાં પનીરના ટુકડા, ડ્રાય ફ્રૂટ્સ અને પાઈનેપલ ઉમેરો.
- લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.