શુક્રવાર, 17 ઑક્ટોબર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 22 એપ્રિલ 2019 (16:54 IST)

10 મિનિટમાં આ રીતે બનાવો મજેદાર પાન આઈસ્ક્રીમ

pan ice cream
અત્યારે સુધી તમને ચૉકલેટ, વનિલા, સ્ટ્રાબેરી વગેરે આઈસક્રીમ તો ઘણી વાર ખાઈ હશે. હવે કે વાર પાન આઈસ્ક્રીમ બનાવીને જોઈ લો. તેનો સ્વાદ સાચે અનેરું છે. આ ખાવામાં ખૂબ જ રિફ્રેશિંગ અને ટેસ્ટી લાગે છે. 
પાનના 3 પાન 
2 ચમચી ગુલકંદ 
1 ચમચી વરિયાળી 
1/2 ચમચી ઈલાયચી પાઉડર 
3 કેળા 
300 મિલી દૂધ 
2 ચમચી ખાંડ 
લીલો ફૂડ કલર 
 
- સૌથી પહેલા એક મિક્સરમાં પાનને કાપી નાખી દ્ 
- હવે તેમાં વરિયાળી, ઈલાયચી પાઉડર, ગુલકંદ અને કેળા નાખી સારી રીતે પેસ્ટ બનાવી લો. 
- ત્યારબાદ દૂધ નાખી એક વાર સારી રીતે ફેટી લો. 
- તમે ઈચ્છો તો પેસ્ટમાં થોડું લીલો રંગ પણ નાખી શકો છો. 
- તૈયાર પેસ્ટને એક ટ્રેમાં નાખો. 
- ટ્રેમાં આઈસ્ક્રીમ નાખવાથી પહેલા પ્લાસ્ટિક જરૂર લગાવી દો. 
- ટ્રેને ઉપરથી પણ પ્લાસ્ટિક રેપથી બંદ કરીને જમવા માટ્રે ફ્રીજરમા મૂકી દો. 
- આશરે 4-5 કલાકમાં આઈસક્રીમ બનીને તૈયાર થઈ જશે. 
- હવે તેને સ્કૂપ્સ કાઢી ચેરીને ટૉપિંગની સાથે ઠંડી ઠંડી સર્વ કરો.