શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 4 જાન્યુઆરી 2023 (04:40 IST)

Paratha Recipe- પરોઠા બનાવવાની રીત

Paratha
સામગ્રી 
૧ કપ ઘઉંનો લોટ, 
૧ ટીસ્પૂન તેલ  
મીઠું સ્વાદ પ્રમાણે 
પાણી જરૂર પ્રમાણે 
 
બનાવવાની રીત: સૌથી પહેલાં લોટ બાંધી લો, એક કાથરોટમાં ૧ કપ ઘઉંનો લોટ, ૧ ટીસ્પૂન તેલ અને મીઠું નાંખો. 
તેમાં થોડું થોડું પાણી નાંખો અને રોટલીનાં લોટ જેવો નરમ લોટ બાંધી લો. 
તેની ઉપર ૧/૨ ટીસ્પૂન તેલ નાંખો અને લોટને મસળીને ચીકણો કરી લો.
હવે તમે લોટના સમાન લૂંઆ કરી લો. 
લૂંઆને પહેલા ગોળ રોટલી જેવુ વળો
પછી તેના પર તેલ લગાવીને અડધો ફોલ્ડ કરો 
ફરી એક વાર તે અડધા ભાગ પર તેલ લગાવીને ફોલ્ડ કરો 
હવે તેનુ શેપ ત્રિકોણ જેવુ બની જશે. 
હવે તેને વળો અને મોટુ આકાર આપો. 
હવે આ પરોઠા ને ગરમ તવા પર 
બન્ને સાઈડ તેલ લગાવીને શેકો. 
તૈયાર છે તમારા સ્વાદિષ્ટ પરોઠા.