બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 29 ઑગસ્ટ 2024 (14:34 IST)

જોધપુરી મરચાંના ભજીયા

Rajasthani Mirchi Vada
ભજીયા ઘરે બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં બાફેલા બટેટા, એક ચમચી ચાટ મસાલો, એક ચમચી ગરમ મસાલો અને એક ચમચી મરચાંનો પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો.
 
હવે બધાં લીલાં મરચાંને સારી રીતે ધોઈ લો અને એક બાજુથી કાપી લો અને જો વધુ બીયા હોય તો કાઢી લો.
 
ત્યાર બાદ એક કડાઈમાં મધ્યમ આંચ પર તેલ મૂકી ગરમ કરવા રાખો. આ પછી એક વાસણમાં એક કપ ચણાનો લોટ, એક ચમચી ગરમ મસાલો, એક ચોથો ચમચો ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું, એક ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ખાવાનો સોડા અને અડધી ચમચી તેલ ઉમેરો. પછી તેમાં ધીમે ધીમે પાણી ઉમેરીને ખીરુ તૈયાર કરો. ધ્યાન રાખો કે ખીરુ બહુ જાડું કે પાતળું પણ ન હોવું જોઈએ. મિકસ એવી રીતે રાખો કે મરચાં પર સરળતાથી એક સ્તર બની શકે. બેટરમાં થોડો મકાઈનો લોટ ઉમેરો જેથી વડા ક્રિસ્પી લાગે.
 
આ પછી બધા મરચામાં તૈયાર સ્ટફિંગ ભરો. સ્ટફ્ડ મરચાંને ગરમ તેલમાં એક પછી એક ચણાના લોટમાં બોળીને કડાઈમાં નાખો. મરચાં લાઈટ બ્રાઉન થઈ જાય એટલે બહાર કાઢી લો. હવે તમારે એક પછી એક બધા પકોડા તૈયાર કરવાના છે. પકોડાને તેલમાં તળતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે બધાં મરચાંને વધુ સખત તળવા ન જોઈએ નહીંતર તેનો સ્વાદ કડવો થઈ શકે છે. પકોડાને મીડીયમ ફ્લેમ પર ફ્રાય કરો જ્યાં સુધી તે લાઈટ બ્રાઉન થાય.આ પછી મહેમાનોને લીલી કે લાલ ચટણી સાથે પકોડા સર્વ કરો.

Edited By- Monica sahu