મંગળવાર, 19 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 1 ઑગસ્ટ 2016 (16:34 IST)

બજાર જેવુ દહીં જમાવવા માટે ટિપ્સ

દહી ખાવાના શોખીન છો પણ ઘણા પ્રયત્નો છતા પણ બજાર જેવુ દહી ઘરે નથી જામી રહ્યુ તો આ ત્રણ ટિપ્સની મદદથી ઘરે જ જમાવો મજેદાર દહી... 
 
જરૂરી સામગ્રી - અડધો લીટર દૂધ, 2 ચમચી દહી, 3-4 આખા લાલ મરચાં. 
 
ટિપ્સ 
1. દહીથી જમાવો દહી - આ દહી જમાવવાની સૌથી જૂની રીત છે.  આ માટે દૂધને ઉકાળો અને ઠંડુ થવા દો. 
 
જ્યારે દૂધ કુણુ થાય ત્યારે તેમા દહીનુ જામણ નાખો અને સારી રીતે મિક્સ કરો.  તમે ચાહો તો બે વાસણોમાં દૂધને સારી રીતે ઉલટ પલડ કરીને જામણને મેળવી શકો છો. તેને ઢાંકીને 3-4 કલાક જામવા માટે મુકી દો. 
- દહી જામી ગયા પછી તેને એક કલાક માટે ફ્રિજમાં મુકી દો જેનાથી તે થોડુ સખત થઈ જાય. 
 
2. માઈક્રોવેવ  ઓવનમાં જમાવો દહીં  - જો તમે દહીને જલ્દી જમાવવા માંગો છો તો એ માટે માઈક્રોવેવ કે ઓવનનો ઉપયોગ કરી શકો છો.  
 
- દહી જામી ગયા પછી તેને એક કલાક માટે ફ્રિજમાં મુકો જેમા તે થોડુ સખત થઈ જાય. 
 
2. મ્રાઈક્રોવેવ ઓવનમાં જમાવો દહી  - જો તમે દહીને જલ્દી જમાવવા માંગો છો તો આ માટે માઈક્રોવેવ કે ઓવનનો ઉપયોગ કરી શકો છો. 
 
- આ માટે કુણા દૂધમાં જામીન લગાવીને તેન ઢાકીને મુકી દો.  પછી માઈક્રોવેવને 180 ડિગ્રી પર બે મિનિટ માટે પ્રી હીટ કરીને સ્વિચ બંધ કરી દો. 
- હવે તેમા દૂધનુ વાસણ મુકી દો. પણ ઓવનને ઢાંકીને જ બંધ રાખો. દહી ત્રણ કે ચાર કલાકમાં જામી જશે. 
 
3. મરચુ નાખો અને દહી જમાવો - મરચાની મદદથી તમે દહી જમાવી શકો છો. આ માટે તમારે સૂકા લાલ મરચાની જરૂર  હોય છે. 
 
- અડધો કિલો દૂધ ઉકાળો અને પછી તેને ઠંડુ થવા દો. જ્યારે દૂધ કુણુ થઈ જાય તો 2-3 સૂકા આખા લાલ મરચાં (દીઠા સહિત) દૂધની વચ્ચોવચ નાખી દો. 
 
- સૂકા લાલ મરચામા લૈક્ટોબૈસિલ્લી હોય છે. આ એક પ્રકારનો બેક્ટેરિયા છે. જેની મદદથી દૂધમાંથી દહી જલ્દી બને છે. જોકે આ રીતે દહી જમાવવાથી દહી વધુ ઘટ્ટ નથી થતુ પણ તેનાથી તમે જે દહી જમાવશો એજ દહીથી બીજુ દહી ખૂબ ઘટ્ટ જામે છે. 
 
ઘરે દહી જમાવતા આ વાતોનુ રાખો ધ્યાન... 
 
- ઘટ્ટ દહી જમાવવા માટે ફુલક્રીમ દૂધનો ઉપયોગ કરો. 
- જે વાસણમાં દૂધ ઉકાળો તેમા જ દહીં ન જમાવો. 
- ખૂબ જ ગરમ દૂધમાં દહી મિક્સ કરીને દહી ન જમાવો. તેનાથી દહી પાણી છોડી દે છે. 
- દહી જમાવતી વખતે દૂધ ખૂબ જ વધુ ગરમ કે એકદમ ઠંડુ ન હોવુ જોઈએ.