આ રીતે બનાવો ટોમેટો પુલાવ

tometo pulav
Last Updated: ગુરુવાર, 9 નવેમ્બર 2017 (11:42 IST)

શિયાળાની ઋતુ એવી હોય છે જ્યારે બજારમાં ઢગલો રંગ બિરંગી શાકભાજીઓ વેચાતી જોવા મળે છે. આવામાં લાલ ટામેટાની તો વાત જ જુદી છે. ટામેટા સ્વાદમાં સારા હોવા ઉપરાંત આરોગ્ય અને ત્વચા માટે પણ ખૂબ લાભકારી હોય છે. આજે અમે તમને બનાવતા શિખવીશુ જે જલ્દી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે.


આવો જાણીએ આ ટોમેટો પુલાવની રેસીપી

સામગ્રી - 2 કપ બાસમતી ચોખા, ડુંગળી 1, આદુ લસણનું પેસ્ટ - 2 ચમચી, ટામેટા 3, શિમલા મરચુ-1, પનીર - 1/2 કપ,
તાજા લીલા વટાણાં - 1 કપ, ટોમેટો કેચઅપ 1/4 કપ, લાલ મરચું 1/2 ચમચી, હળદર 1/2 ચમચી, પાવભાજી મસાલો 2 ચમચી, તેલ - 2 ચમચી, લીલા ધાણા - 2 ચમચી

બનાવવાની રીત - એક પેનમાં તેલ ગરમ કરો, તેમા લસણની પેસ્ટ નાખો, તેને થોડીવાર ફ્રાય કર્યા પછી તેમા સમારેલી ડુંગળી નાખીને ગોલ્ડન ફ્રાય કરો.
ત્યારબાદ તેમા ટામેટા, હળદર, લાલ મરચુ અને પાવભાજી મસાલો છાંટીને ધીમા તાપ પકવો.

- 5 મિનિટ પછી તેમા ટોમેટો કેચઅપ નાખીને 4 મિનિટ વધુ થવા દો. ત્યારબાદ તેમા સમારેલા શિમલા મરચુ, લીલા મરચા, લીલા વટાણાં અને મીઠુ નાખીને 4-5 મિનિટ સુધી થવા દો.

પછી તેમા સમારેલા પનીર નાખીને હળવુ ચલાવો. હવે તેમા એક કપ પાણી નાખીને બધી શાકભાજીઓને થોડી વાર માટે બફાવા દો.
હવે તેમા બાફેલા ભાત નાખીને સારી રીતે મિક્સ કરો.
ગેસ બંધ કરો અને સમારેલા ધાણા નાખી સર્વ કરો.


આ પણ વાંચો :