રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|
Last Modified: વડોદરા: , મંગળવાર, 19 માર્ચ 2013 (17:01 IST)

અયોધ્યાના રામમંદિર સ્થળે ભારતની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ બનવી જોઇએ

P.R
રામ આપણા હૈયામાં હોવા જોઇએ અને અયોધ્યામાં રામમંદિરના સ્થળે એવુ માનવ મંદિર બનવુ જોઇએ કે જેમાં રોગી, દુઃખી અને પીડીતોની સેવા થતી હોય. આ સ્થળે એવી વિશાળ હોસ્પિટલ બનવી જોઇએ કે જે ભારતમાં સર્વશ્રેષ્ઠ હોય. રામ મંદિરના નામે હવે માત્ર રાજનીતિ ચાલતી હોય તેમ જણાય છે. હું પોતે રામભક્ત છુ અને ઇડરમાં મારા ઘરમાં પૂ. મોરારીબાપુના હસ્તે રામજીની મૂર્તિની પ્રતિષ્ઠા પણ કરાઇ છે. અયોધ્યામાં રામમંદિર બનાવાથી કોઇ ફેર પડતો નથી.

રામાયણ સીરીયલમાં રાવણનું પાત્ર ભજવી લંકેશના નામથી જાણીતા બનેલા ટીવી સીરીયલ 'રામાયણ'ના ખલનાયક અને અસલી જીવનના નાયક અરવિંદ ત્રિવેદીએ ભારતમાં આતંક ફેલાવતા આતંકવાદીઓ અને ભારતને અસ્થિર કરવાનો સતત પ્રયત્ન કરનાર પાકિસ્તાનને પાઠ ભણાવવામાં વિલંબ કેમ થાય છે તેમ જણાવી આસુરી તત્વોનો સફાયો કરવા મત વ્યક્ત કર્યો હતો.

વિશ્વરંગભૂમિ દિને તા. ૧૬મીએ કલાકારોના કરાયેલા સન્માનમાં લંકેશ અરવિંદ ત્રિવેદીનું પણ સન્માન કરાયુ હતું. ૩૦૦થી વધુ ગુજરાતી - હિન્દી ચલચિત્રોમાં અભિનયના ઓજસ પાથરનાર અરવિંદ ત્રિવેદી ભલે રામાયણ સીરીયલમાં રાવણનુ પાત્ર ભજવી લંકેશ તરીકે પ્રચલિત બન્યા હોય પરંતુ અસલી જીવનમાં તેઓ પરમ રામભક્ત અને શીવભક્ત છે. રાવણનું પાત્ર ભજવ્યા છતા રાવણના વ્યક્તિત્વને તેમણે સમર્થન આપ્યુ નથી અને તેથી જ ભારતમાં નિર્દોષોને રંજાડી રહેલા આતંકવાદીઓનો તેઓ વિરોધ કરી કસાબ અને અફઝલ જેવા તત્વોને પાઠ ભણાવવામાં વિલંબ શા માટે? તેઓ સવાલ કરી રહ્યા છે.

૧૯૯૧થી ૧૯૯૬ સુધી સાંસદ તરીકે રહેલા અને ૨૦૦૨માં સેન્ટર બોર્ડના ચેરમેન રહેલા અરવિંદ ત્રિવેદીએ કહ્યું કે, સેન્સર બોર્ડે સખતાઇ રાખવી જરૃરી છે. નગ્નતાનું પ્રદર્શન અને અશ્લિલ ભાષાની ઉગતી પેઢી ઉપર અસર પડતી હોય છે. 'લંકેશે' વડોદરા સાથેના સંસ્મરણો અને ગુજરાતી ચલચિત્રના સુવર્ણકાળની યાદો વાગોળી હતી.