રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

એકતા કપૂર સામે સાધુ સંતોનો રોષ

સ્ટાર પ્લસની સીરિયલોનો બહિષ્કાર

W.D
રાજકોટ. સ્ટાર પ્લસ ટીવી ચેનલ પરથી પ્રસારિત થતી એકતાની સિરીયલમા શ્રી ઠાકોરજીનું ઘોર અપમાન થતા ચારેબાજુ રોષ ભભૂકી ઉઠ્યો છે. પુષ્ટિ માર્ગીય લોકો જ નહી અન્ય સંપ્રદાયના સાધુ સંતો પણ રોષે ભરાયા છે. એકતા કપૂર માફી નહી માગે તો જલદ આંદોલન કરવાની ચીમકી આપી છે.

આ બાબતે આંતરાષ્ટ્રીય પુષ્તિ માર્ગીઅય વૈષ્ણવ પરિષદે પોતાનો વિરોધ બતાવ્યો છે. એકતા કપૂરના આ હિન કૃત્ય સામે ઈન્દોર ખાતે એક યોજાયેલી પરિષદમાં ગુજરાત વિભાગના ઉપપ્રમુખ હસમુખભાઈએ આંદોલન કરવાની ધમકી આપી છે. કલોક ખાતે ચાલી રહેલી યુવા ચેતના શિબિર અને છપ્પન ભોગ મહોત્સવ દરમિયાન રાજકોટના શ્રી અભિષેક મહોદય બાવાએ એકતા કપૂરની આ સિરિયલમાં ઠાકોરજીના અપમાનને શર્મનાક કૃત્ય ગણાવ્યુ હતુ અને કહ્યુ હતુ કે સિરિયલોની ટીઆરપી વધારવા માટે ટીવીના પડદે નખરા કરતી અભિનેત્રીઓએ હવે હદ વટાવી છે. તેઓ વારંવાર વૈષ્ણવ સંપ્રદાયને નિશાન બનાવે છે જે સાંખી નહી લેવાય. એક કપૂર પોતાની ભૂલને સ્વીકારે માફી નહી માંગે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

PIB
જુનાગઢ વૈષ્ણવ સમાજમા ભારે રોષ જાગ્યો છે. 'ક્યોકી સાસ ભી કભી બહુ થી' માં ઠાકોરજી માટે અપશબ્દ ઉચ્ચારતા પાત્ર સામે વૈષ્ણવ સમાજે વિરોધ બતાવ્યો છે. શ્રી નવનીતરાયજી મહારજશ્રીની આગેવાની હેઠળ આ સમાજના લોકો રેલી કાઢીને વિરોધ બતાવશે. તેમણે કલેક્ટરને આપેલા એક આવેદનમાં જણાવ્યુ છે કે એકતા કપૂર અને તૃપ્તિ વિરાણી જાહેરમાં ઠાકોરજીના અપમાન બદલ માફી માંગે નહી તો તેમને કોર્ટ સુધી ખેંચી લાવવામાં આવશે. વર્તમાનની સીરિયલો સમાજને અધોગતિ તરફ લઈ જાય છે. નાની ઉમંરના વિદ્યાર્થીઓથી માંડીને પ્રૌઢ વયના લોકો બધા જ પશ્ચિમના દુર્ગુણોથી ઘેરાયેલા જોવા મળે છે.

આ પ્રકારની સીરિયલો દ્વારા હિન્દુ ધર્મના દેવદેવતાઓ તરફ આંગળી કરવા છતા હિન્દુ સમાજ જાગતો જ નથી. મુંગા રહીને તમામ અન્યાયો સહન કરે છે. આ જ તો પતનનો માર્ગ છે. જો આવુ જ ચાલશે તો પછી ઈશ્વર પણ કોઈને બચાવી નહી શકે.