'કસમ સે' માં નવી બાની : ગુરદ્વીપ કોહલી
પ્રખ્યાત ધારાવાહિક 'કસમ સે'માં બાનીના પાત્ર માટે નવા કલાકારની શોધ એકતા કપૂરને લાંબા સમયથી હતી. છેવટે તેમની આ શોઘ પૂરી થઈ. પ્રાચી દેસાઈની જગ્યાએ હવે ગુરદ્વીપ કોહલી આ પાત્ર ભજવશે. ગુરદ્વીપ 'સિંદૂર' અને સંજીવની' જેવી ધારાવાહિકો કરી ચૂકી છે અને બાલાજી સાથે કામ કરવાની તેની આ પહેલી તક છે. લગ્ન પછી ગુરદ્વીપે કામ કરવાનો ઓછુ કરી નાખ્યુ હતુ અને હવે તેને એક મોટી તક મળી છે. પ્રાચી દ્વારા અભિનીત બાનીનુ પાત્ર ખૂબ જ લોકપ્રિય છે અને ગુરદ્વીપને એ પાત્રમાં પોતાની ઈમેજ બેસાડવા માટે ઘણી મહેનત કરવી પડશે. આ કામ આટલુ સરળ નથી.