રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

તારક મહેતાકા ઉલ્ટા ચશ્માની સદી

P.R

હાસ્યને છલકાવનાર ‘‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’’ સીરીયલમાં મુખ્ય રોલ ભજવનાર જેઠાલાલે પોતાન રોલને ડ્રીમ રોલ ગણાવતાં કહ્યું હતું કે, સીરીયલની શરૂઆત પૂર્વે આ રોલને લઈને ઘણો ડર હતો. પરંતુ ગુજરાતી નાટકના અનુભવને કારણે ઘણી હુંફ મળી રહી હતી. જેઠાભાઈના ઊપનામથી જાણીતા દિલીપ જોશીએ આ સીરીયલમાં સ્ક્રીપથી માંડી કલાકારોની પસંદગી માટે પડદા પાછળ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

ઉલ્ટા ચશ્માએ ફટકારી સેન્ચ્યૂરી....
ટીવી પર ટૂંક સમયમાં દર્શકોનું આકર્ષણ બનનાર જાણીતા લેખક તારક મહેતાની વાર્તા પરથી તૈયાર કરાયેલી સીરીયલ ‘‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’’ના મુખ્યપાત્ર જેઠાલાલ સહિત તમામ પાત્રો સીરીયલના 100 એપીસોડની ઊજવણીના ભાગરૂપે અમદાવાદમાં આવ્યા હતા. આ સીરીયલમાં દર્શાવેલો ગોકુળધામ ફલેટનો સેટ મહારાષ્ટ્ર સરકાર સંચાલિત ફિલ્મસીટની અંદર ઊભો કરવામાં આવ્યો છે. જાણીતા મેગેઝીનમાં 38 વર્ષથી ‘‘ઉંધા ચશ્મા’’ નામની પ્રખ્યાત કોલમ લખનાર હાસ્ય લેખક તારક મહેતાની ઊપસ્થિતિ બાદ તેમના હાસ્ય સંવાદોથી પત્રકારો સહિત સીરીયલ કલાકારોમાં પણ હાસ્ય ખીલી ઊઠ્યું હતું.

ગાડી હવે પાટા ઉપર આવી છે.....
આ સીરીયલ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, સીરીયલના લક્ષણો જોતા વધુ પ્રતિસાદ મળી રહ્યો છે. આ સીરીયલમાં મારી મૂળ વાર્તામાં ફેરફાર કર્યો છે. જેને લઈ પોતે થોડો સંકોચ અનુભવ્યો હતો. પરંતુ હવે ગાડી પાટા પર ચાલતી હોઈ ઘણો આનંદ થઈ રહ્યો છે. તેમણે સીરીયલમાંથી બોરીંગ ભાગને દૂર કરવાની સાથે વધુને વધુ હાસ્ય રેડવાનો ખાસ ખ્યાલ રાખવામાં આવતો હોવાનું પણ જણાવ્યું હતું.

આસીતમોદીની મહેનત રંગ લાવી....
ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશ અને વિદેશમાં ખ્યાતનામ બનેલી ઊપરોકત સીરીયલ લેખક તારક મહેતાની વાર્તામાંથી તૈયાર કરાયેલી છે. આ સીરીયલને લેખક બેલડી રાજુ આડેદરા અને રાજન ઊપાધ્યાયએ સજાવી છે. જયારે ઘરઘરમાં પ્રસિદ્ધ કરવા પાછળનો શ્રેય નિર્માતા આસિત કુમાર મોદીના ફાળે જાય છે. આ ઊપરાંત તમામ પાત્રોની મહેનતથી સીરીયલને લોકપ્રિય કરવામાં સફળતા મળી છે. નિર્માતા આસિતકુમાર મોદીએ સીરીયલની અણધારી સફળતા અંગે આશ્ચર્ય પણ વ્યકત કર્યું હતું.

સ્મિતા પાટીલ જેવો રોલ કરવો છે......
સીરીયલમાં જેઠાભાઈની પત્ની દયાનો રોલ ભજવનાર દિશા વકાણીએ જોધા અકબર ફિલ્મમાં પણ કામ કર્યું છે. તેમને બેસ્ટ કોમેડીયન ફિમેલ એકટર આઈટીએ એવોર્ડ પણ મળ્યો છે. દયાએ સ્મિતા પાટીલ જેવી પડકારજનક ભૂમિકા કરવાની ઈચ્છા વ્યકત કરી છે. દયા રીયલ લાઈફમાં અપરણિત છે. જીવનસાથી તરીકે ગુજરાતી મૂરતીયાને દયાએ પ્રથમ પસંદગી ગણાવી છે.