રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 21 ડિસેમ્બર 2013 (16:54 IST)

OSCARના પહેલા જ રાઉંડમાંથી ભારતીય ફિલ્મ 'ધ ગુડ રોડ' બહાર થઈ ગઈ

P.R


ફિલ્મ જગતના સૌથી પ્રસિદ્ધ એવોર્ડ ઓસ્કરને માટે ભારતના તરફથી મોકલાવવામાં આવેલી ગુજરાતી ફિલ્મ ‘ધ ગુડ રોડ’ આ સ્પર્ધાના પહેલા જ તબક્કામાંથી બાહર નીકળી ગઈ છે. આ ફિલ્મને વિદેશી ભાષાની શ્રેણીમાં નામાંકિત કરવામાં આવી હતી. ગુજરાતી ભાષાની આ ફિલ્મનુ નિર્દેશન જ્ઞાન કોરિયાએ કર્યુ છે.

ઓસ્કર એવોર્ડની વેબસાઈટ પર પ્રકાશિત રિપોર્ટ મુજબ કુલ 76 ફિલ્મોમાંથી માત્ર 9 ફિલ્મને જ આગળના તબક્કાના વોટને માટે પસંદ કરવામાં આવવાની હતી. પરંતુ ભારતીય નિર્દેશક જ્ઞાન કોરિયાની ‘ધ ગુડ રોડ’ આગળના તબક્કાને માટે પસંદ ના થઈ શકી.

આ નવ ફિલ્મોથી માત્ર પાંચ ફિલ્મોને અંતિમ તબક્કાને માટે પસંદ કરવામાં આવી છે. આગામી 16 જાન્યુઆરીએ 86મું ઓસ્કર એવોર્ડને માટે પસંદગી પામેલ ફિલ્મોના નામની ઘોષણા કરવામાં આવશે.