સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 30 જુલાઈ 2022 (12:12 IST)

ગુજરાતી ફેમસ અભિનેતા રસિક દવેનું મુંબઈમાં નિધન

rasik dave
હિન્દી અને ગુજરાતી શો અને સિરીયલના ફેમસ અભિનેતા રસિક દવેનું મુંબઈમાં નિધન થયું છે. તે 65 વર્ષના હતા. તેમની કિડની ખરાબ થઇ ગઇ હતી અને 15 દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. ગત મોડી રાત્રે મુંબઈમાં નિધન થયું છે. રસિક દવે ફેમસ ટીવી અભિનેતા હતા. તેઓ સંસ્કાર ધરોહર અપનો કી, સીઆઈડી, કૃષ્ણા જેવી ઘણી લોકપ્રિય ટીવી શો ના ભાગ રહ્યા હતા. તેમણે અભિનેત્રી કેતકી દવે સાથે લગ્ન કર્યા હતા. કેતકી અને રસિક રિયાલિટી શો નચ બલિયેમાં જોવા મળ્યા હતા
 
ટીવી સિવાય તેમણે માસૂમ (1996), જયસુખ કાકા, 4 ટાઈમ્સ લકી, સ્ટ્રેટ, ઈશ્વર અને જૂઠી જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેઓ મહાભારતમાં તેમના નંદ પાત્ર માટે જાણીતા બન્યા હતા. તેમની પત્ની કેતકી દવે પણ જાણીતી અભિનેતી છે. બંને સ્ટાર દંપતિને સંતાનમાં એક પુત્રી રિદ્ધિ દવે છે.છેલ્લા બે વર્ષથી ડાયાલિસિસ પર હતા
 
રસિક દવે મુંબઈની એક હોસ્પિટલમાં 2 વર્ષથી વધુ સમયથી ડાયાલિસિસ પર હતા. તેમની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. તે દર અઠવાડિયે ત્રણ વખત હોસ્પિટલમાં સારવાર માટે જતા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત વધારે લથડી હતી