શનિવાર, 16 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2016 (15:43 IST)

ગુજરાતી ફિલ્મોની બોલિવૂડમાં રીમેક, મહિયરની ચૂંદડી પરથી ભારતની તેર ભાષાઓમાં ફિલ્મો બની હતી.

ગુજરાતી વાર્તાઓ અને નાટકો પરથી બોલિવૂડમાં અનેક ફિલ્મો બની છે. જ્યારે ગુજરાતી ફિલ્મો પરથી બોલિવૂડમાં બનેલી રિમેકો કેટલી હશે તે ખૂબ ઓછા લોકો જાણતા હશે, આ અંગે વિશેષમાં વાત કરીએ તો આજે બોલિવૂડની એક મુવી રિલીઝ થઈ છે. જે ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસની રીમેક છે. વર્ષો પહેલા બોલિવૂડમાં સંજીવ કુમારની ખિલોના ફિલ્મ ખૂબ જ હીટ ગઈ હતી. જે ગુજરાતી ફિલ્મ મારે જાવુ પેલે પાર પરથી પ્રેરિત હતી. તે ઉપરાંત નરસિંહ મહેતા તો બધાને યાદ હશે પણ મહિયરની ચૂંદડી પરથી તો ભારતની તેર ભાષાઓમાં ફિલ્મો બની હતી અને તમામ સુપર હીટ હતી. ઈતિહાસ પ્રેમીઓ ને મજા પડે એટલા માટે લખાય છે કે બર્નાડશો ના પીગ્મેલીયન પરથી સંતુરન્ગીલી બન્યું અને તેના પરથી હિન્દી માં દેવાનંદે મનપસંદ નામની ફિલ્મ બનાવી હતી. બાગબાન એ વિસામો પરથી અને  સલમાન કાન અને એશ્વર્યા રાયની હમ દિલ દે ચુકે સનમ ગુજરાતી ફિલ્મ શેતલને કાઠે પરથી પ્રેરિત હતી