ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 4 ડિસેમ્બર 2022 (17:04 IST)

હવે અભિનેત્રી શ્રદ્ધા રાની શર્મા અમેરિકામાં પોતાનું ડાન્સ કૌશલ્ય બતાવશે

ન્યૂયોર્કમાં 27 ડિસેમ્બર 2022ના રોજ 'ક્રિસમસ પાર્ટી અને રેડ કાર્પેટ એવોર્ડ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિરિયલો અને ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી, ડાન્સર અને 'બિગ બોસ' ફેમ શ્રદ્ધા રાની શર્માને 'ડાન્સ શો' માટે ભારતમાંથી બોલાવવામાં આવી છે.

જ્યાં શ્રદ્ધા પોતાની ડાન્સ ટેલેન્ટ બતાવશે.આ વિશે શ્રદ્ધા રાની શર્મા કહે છે,"તે ખૂબ જ સારી ઓફર હતી, ભારતીય મૂળના ઘણા લોકો આ સંસ્થા સાથે જોડાયેલા છે.મને હંમેશા ભારત અને વિદેશમાંથી શોની ઑફર મળે છે અને લોકોની લાઈવ પ્રતિક્રિયા હંમેશા કલાકારને પ્રોત્સાહિત કરે છે.તેની મજા જ અલગ છે.મને લાઈવ પર્ફોર્મન્સ ગમે છે.આવો અનુભવ ખૂબ જ રસપ્રદ અને યાદગાર હોય છે."