Last Modified: નવી દિલ્હી , સોમવાર, 23 સપ્ટેમ્બર 2013 (11:31 IST)
ગુજરાતી ફિલ્મ 'ધ ગુડ રોડ'ની ઓસ્કર માટે પસંદગી
P.R
અગાઉ નેશનલ એવોર્ડ વિજેતા બની ચુકેલ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ધ ગુડ રોડ ને આ વર્ષે ભારત તરફથી ઑસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવશે. ઑસ્કારની રેસમાં ભાગ મિલ્ખા ભાગ અને ધ લંચબૉક્સ પણ હતી. પણ જ્યૂરીએ ધ ગુડ રોડ ફિલ્મે ઑસ્કારની સર્વોત્તમ વિદેશી ફિલ્મ કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરી છે.
ઑસ્કાર પસંદગી સમિતીનાં અધ્યક્ષ ગૌતમ ઘોષે જણાવ્યુ કે આ વર્ષે દેશનાં વિવિધ ભાગમાંથી 22 ફિલ્મો આવી હતી. જેમાંથી ધ લંચ બૉક્સ, ભાગ મિલ્ખા ભાગ, ધ ગુડ રોડ અને વિશ્વરૂપમને શોર્ટ લિસ્ટ કરવામાં આવી હતી. જેમાંથી 19 સભ્યોની જ્યૂરીએ ધ ગુડ રોડ ફિલ્મને પસંદ કરી.
ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ફિલ્મને ઑસ્કાર એવોર્ડ માટે શુભેચ્છાઓ આપી હતી.
જ્યારે લંચબૉક્સ ફિલ્મનાં સહ નિર્માતા અનુરાગ કશ્યપે લંચ બૉક્સને ઑસ્કારમાં મોકલવામાં ન આવતા નારાજગી વ્યક્ત કરી છે. કશ્યપે ટ્વીટ કર્યુ કે ઑસ્કાર માટે ફિલ્મો મોકલવા માટે એક સ્પષ્ટ નીતિ બનાવવાની જરૂર છે