જ્યોતિ : બાલિકા વધુના નિર્માતાની રજૂઆત
16 ફેબ્રુઆરીથી શરૂ..
'
બાલિકા વધૂ' પછી સંજય વાધવા, એનડીટીવી ઈમેજિન પર એક નવી સીરિયલ 'જ્યોતિ' લઈને આવી રહ્યા છે આ સીરિયલના પ્રોડ્યૂસર વાધવા મુજબ 'જ્યોતિ, બાલિકા વધુથી બિલકૂલ જુદા જ પ્રકારની સીરિયલ છે. આ એક સંઘર્ષ કરતી છોકરીની વાર્તા છે જે યુવા છોકરી જ્યોતિની આસપાસ ફરે છે. એ ત્રણ બહેનોમાં સૌથી મોટી છે. જ્યોતિ પરિવારની એકલી કમાતી એક એવી છોકરી છે, જે પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે પોતાના સપના અને આશાઓ સાથે સમજૂતી કરી લે છે. જ્યારે વાધવાને પૂછવામાં આવ્યુ કે તમે 'બાલિકા વધૂ' જેવી કોઈ બીજી સીરિયલ કેમ ન બનાવી, કારણ કે ઘણા લોકો આ સીરિયલની થીમને કોપી કરી રહ્યા છે અને તેના જેવા વિષય પર સીરિયલ બનાવી રહ્યા છે ? જેના જવાબમાં તેમણે કહ્યુ કે હું કદી કોઈની કોપી નથી કરતો. મેં 'બાલિકા વધૂ'ની સાથે એક નવા ટ્રેડની શરૂઆત કરી હતી અને બધાએ તેનુ અનુસરણ કર્યુ. એ જ રીતે હવે હું 'જ્યોતિ' ની સાથે એક નવો ટ્રેડ શરૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છુ લોકો ઈચ્છે તો આ કોંસેપ્ટની પણ કોપી કરે. હુ ટ્રેડ લાવનારા લોકોમાંથી છુ. જે રીતે ફેશન ઈંડસ્ટ્રીમાં કોઈ એક વ્યક્તિ આગળ હોય છે અને બીજો તેનુ અનુકરણ કરે છે. કાંઈક એવા જ પ્રકારની ભૂમિકા હું પણ ભજવી રહ્યો છુ. આ સીરિયલમાં 'જ્યોતિ'ની મુખ્ય ભૂમિકા નવી કલાકાર સ્નેહા વાધ ભજવી રહી છે. બીજા કલાકાર છે સ્રીતી ઝા, જાઈદા પરવીન વગેરે. આ સીરિયલની વાર્તા પુરેન્દુ શેખરે લખી છે અને તેને નિર્દેશિત સિદ્ધાર્થ સેનગુપ્તા કરશે. તમે આ સીરિયલને 16 ફેબ્રુઆરીથી સોમવારથી ગુરૂવારે રાત્રે 8.30 વાગ્યે એનડીટીવી ઈમેજીન પર જોઈ શકો છો.