શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ-હાલો માનવીયુંના મેળે

રાજય સરકાર દ્વારા 2006-07ની ગુજરાતી ફિલ્મોના એવોર્ડની જાહેરાત

ગાંધીનગર. ગુજરાત સરકારે વર્ષ 2006-07માં નિર્માણ પામેલી ગુજરાતી ફિલ્મોના એવોર્ડની જાહેરાત કરી છે. આ એવોર્ડ સ્મારોહ ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી નિમિતે 1લી મેના રોજ અમરેલી ખાતે મુખ્યપ્રધાન મોદીના હસ્તે યોજાશે. જેમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ''હાલો માનવીયુંના મેળે''ના ખોળે જાય છે. જ્યારે નિર્માતા જિગર બાવીસી અને દિગ્દર્શક મૌલીન મહેતાની ''પ્રેમ એક પૂજા''ને દ્દિતીય શ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરવામાં આવી છે.

આ એવોર્ડ સ્મારોહ મુખ્યમંત્રીના હસ્તે 1લી મેના રોજ અમરેલી ખાતે યોજાશે. સંતશ્રી સવાભગત લેરિયુંના ગીત માટે ગાયિકા લલિતા ઘોડાદ્રાને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. જ્યારે તપન દા અને ઇશ્વરભાઇ પટણીને પ્રેમ એક પૂજા ફિલ્મનાં ગીતો બદલ બેસ્ટ સાઉંડ રેકોર્ડિસ્ટનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

શ્રેષ્ઠ અભિનેતા - હિતેન કુમાર(હાલો માનવીયુંના મેળે)
શ્રેષ્ઠ અભિનેત્રી - આનંદી ત્રિપાઠી(હાલો માનવીયુંના મેળે);
શ્રેષ્ઠ ફિલ્મ - હાલો માનવીયુંના મેળે;
શ્રેષ્ઠ દિગ્દર્શક - મોલીન મહેતા(પ્રેમ એક પૂજા)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા - ભરત ઠક્કર(જગત જોગણી માઁ ખોડીયાર).